AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ડીસીપી કાનન દેસાઈ ની તાત્કાલિક કાર્યવાહી: 4 પોલીસકર્મી સસ્પેન્ડ

Share

  • DCP કાનન દેસાઈ એ લીધા કડક પગલાં, 4 પોલીસ કર્મચારીઓ તાત્કાલિક સસ્પેન્ડ
  • ડ્યૂટીમાં બેદરકારીનો ભોગ બન્યો નાગરિક, DCPએ લીધા કડક પગલાં

અમદાવાદ: પોલીસ પ્રજાની રક્ષક હોવા છતાં, પોલીસના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ કાયદાનું ઉલ્લંઘન કરીને નાગરિકોની સમસ્યાઓ તરફ બેદરકાર બની ગયા હોવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. આવોજ એક ચિંતાજનક બનાવ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં ફરિયાદ કરવા આવેલા એક નાગરિક સાથેનો વ્યવહાર કરવામાં આવ્યો અને તેમની ફરિયાદ નોંધવામાં પણ આવી ન હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત શત્રુગન નામના નાગરિકે તેમની પર થયેલી મારામારી અંગે ફરિયાદ કરવા માટે મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો સહારો લીધો હતો. પરંતુ, ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને જણાવ્યુ કે તેમની શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને તેઓ ફરિયાદ નોંધશે નહીં. ફરિયાદ કરવા બદલ શત્રુગનને પહેલા શાંતિથી બેસવા જણાવવામાં આવ્યું અને પછી સીધા ઘેર જવા કહેવામાં આવ્યું. પરિણામે, ફરિયાદી નિરાશ થઈ ઘરે પરત ફર્યો, જ્યાં દુર્ભાગ્યવશ તેને અસામાજિક તત્વોએ ફરીથી હુમલો કર્યો.

ઝોન 4ની મહિલા DCP કાનન દેસાઈ

આ ગંભીર બેદરકારીને કારણે નાગરિકને દુઃખદ અનુભવ વેઠવો પડ્યો, જેના પગલે તેણે ઝોન 4ની મહિલા DCP કાનન દેસાઈ સમક્ષ ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતા સમજતાં DCP કાનન દેસાઈ એ તાત્કાલિક પગલાં લીધા અને તપાસના આધારે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. આમાં ઇન્ક્વાયરી ઇન્ચાર્જ પંકજકુમાર દશરથ, રાઇટર ચિરાગકુમાર અશોકભાઈ, PSO અમિતકુમાર વિજયભાઈ અને રાઇટર કિંજલબેન વિઠ્ઠલભાઈનો સમાવેશ થાય છે.

જેમ લોકો પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે જાય છે, તેઓ સાથે આ પ્રકારનો વર્તાવ અત્યંત નિંદનીય છે. DCP કાનન દેસાઈ ના પગલાં ન્યાય માટે લલકાર પૂરાં પાડે છે અને સંકેત આપે છે કે પોલીસ દળમાં લાપરવાઈ અને અનઉચ્ચિત વર્તન માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી રહી છે.

આ ઘટનાની પૃષ્ઠભૂમિ સામે, નાગરિકોમાં વ્યાપક અસંતોષ છે અને પોલીસ દળે પોતાની વિશ્વસનીયતા જાળવવા વધુ જવાબદારીભર્યું વર્તન અપનાવવાની તાતી જરૂરિયાત છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ગુજરાતમાં હવામાન માં પરિવર્તન: વરસાદ ઘટ્યો, હવે ઠંડીની શરૂઆત

abplusnews

કપિલ શર્મા અને પરિવારના સભ્યોને અપાઇ જાનથી મારી નાખવાની ધમકી

abplusnews

PMની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં દેશમાં ૬૫ લાખ સ્વામીત્વ કાર્ડનું વિતરણ

abplusnews

Leave a Comment