AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

SMC ની મોટી સફળતા: 4.14 કરોડના ડ્રગ્સ સાથે 25 પેડલર્સ ઝડપાયા

SMC
Share

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સાશક્ત નેતૃત્વમાં ડ્રગ્સની બીમારી સામે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે જાન્યુઆરી 2025માં વિશેષ સત્તાઓ સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસ સ્ટેશનની રચના કરી હતી. માત્ર 4 મહિનાના સમયગાળામાં SMC દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે અને 12 મોટા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કેસોનો પર્દાફાશ થયો છે.

આ કેસોમાં કુલ 25 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં બે નાઈજિરિયન નાગરિકોનો પણ સમાવેશ થાય છે. SMCએ તેમની પાસેથી કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડના મૂલ્યના ડ્રગ્સ સહિતના મુદ્દામાલની જપ્તી કરી છે. આ કાર્યવાહી રાજ્યમાં ચલાવાતી તસ્કરી વિરુદ્ધની લડતમાં મોટી સફળતા માનવામાં આવે છે.

SMCની ટીમે છેલ્લા 24 કલાકમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં, પાટણ અને સુરત શહેરમાં NDPSના 3 નવા કેસો પણ ઝડપ્યા છે. સ્થાનિક પોલીસને મળતી જાણકારીની બહાર જઈને SMC એ વિવિધ સ્ત્રોતો અને ટેક્નોલોજી દ્વારા ડ્રગ્સના માફિયાઓ સુધી પહોંચવાની કસોટી ઊભી કરી છે.

SMCના વડા નિર્લિપ્ત રાયના નેતૃત્વમાં ચાલતી આ કામગીરી માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ SMCની ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “ગુજરાત સરકારનો આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ મુક્ત બનાવવાના હેતુમાં મહત્વપૂર્ણ પગલું છે. રાજ્યમાં એક ગ્રામ પણ ડ્રગ્સ ન રહે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “SMC ની ટીમે સ્થાનિક પોલીસના દાયરા બહાર જઈને માહિતીના આધારે જે રીતે કામગીરી કરી છે તે વખાણનીય છે. રાજ્ય સરકાર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ સામે ઢીલી નહી પડે અને આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

SMC અગાઉ દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા ગુનાઓ પર કામ કરતી હતી, પણ હવે તેને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરીને ડ્રગ્સ સહિતના સંગઠિત ગુનાઓ પર ખાસ ધ્યાન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

રાજ્ય સરકારના આવા પગલાં ગુજરાતને ડ્રગ મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરશે અને યુવાઓને નશાના કાબૂમાં જવા પરથી બચાવશે. SMC ની આ કામગીરી એ સ્પષ્ટ સંકેત આપે છે કે ડ્રગ્સ વિરુદ્ધની આ જંગ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગઈ છે – અને આ લડાઈ નિરંતર ચાલશે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

કૃષ્ણનગર માં અસામાજિક તત્વોનો આતંક: ખાણીપીણીના સ્ટોલ પર ધારદાર હથિયારોથી હુમલો

abplusnews

રાજકારણમાં કકળાટ વધશે:પક્ષોમાં હુંસાતુંસી વધશે :પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવશે :ફેબ્રુ-માર્ચમાં રાજનીતિમાં અસ્થિરતા જોવાશે

abplusnews

અમદાવાદ : દારૂના નશામાં BMW કારચાલકે BRTS રેલિંગમાં ઘુસાડી

abplusnews

Leave a Comment