AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

VS હોસ્પિટલનું ક્લિનિકલ કૌભાંડ: મૌત, મોની, અને મૌન વહીવટ

VS
Share

અમદાવાદની વિખ્યાત મ્યુનિસિપલ હોસ્પિટલ – વાડીલાલ સારાભાઈ ( VS ) હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં છે. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે વિના મંજૂરી 500થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી અને ત્રણનાં મોત પણ થયા છે. કથિત રીતે, આ ટ્રાયલ માટે કોઈ એથિકલ કમિટી પણ રચાઈ ન હતી, છતાં VS હોસ્પિટલ અને NHL મેડિકલ કોલેજના અધિકારીઓએ મિલીને મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી છે.

VS હોસ્પિટલના ડીન ડો. પારુલ શાહની સહીવાળા MOU અને અન્ય પત્રો સામે આવ્યા છે, જેમાં S4 રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ સાથે કરાર થયો હોવાની પુષ્ટિ થાય છે. ટ્રાયલ માટેના નાણાં એક જ ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા પણ કરાઈ હતી અને એ અંગેનો પત્ર ડો. દેવાંગ રાણાએ ડો. પારુલ શાહને લખ્યો હતો.

દર્દીઓની મંજુરી વિના ટ્રાયલ અને મકમલ ષડયંત્રનો આક્ષેપ

રાજશ્રીબેનના જણાવ્યા પ્રમાણે, 2021થી શરૂ થયેલી આ પ્રક્રિયામાં કોઈ વ્યવસ્થિત મંજૂરી કે સર્વેલન્સ ન હતું. ડૉ. દેવાંગ રાણાની નિમણૂક NHLના ડીન દ્વારા ફાર્માસિસ્ટ એક્સપર્ટ તરીકે કરવામાં આવી હતી, પણ 2024ના અંતે તેમને આ કામગીરીમાંથી હટાવી દેવામાં આવ્યા. રાજશ્રીબેનનું કહેવું છે કે દેવાંગ રાણાને કૌભાંડ છુપાવવા માટે બલીનો બોકો બનાવવામાં આવ્યો છે.

વિજિલન્સ તપાસ અને કાર્યવાહી

કૌભાંડ બહાર આવતા હવે વિજિલન્સ તપાસ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 8 કોન્ટ્રાક્ટ આધારિત ડૉક્ટરોની છૂટાછાટ અને ડૉ. દેવાંગ રાણાનું સસ્પેન્શન થયું છે. આરોપ છે કે ટ્રાયલમાંથી મળેલ કરોડો રૂપિયા ડૉક્ટરો અને તેમને નજીકના પરિચિતોના બેંક એકાઉન્ટમાં જમા થયા. એમઆરસીની મંજૂરી વિના થયેલા ટ્રાયલ અસંવેદનશીલ અને ગેરકાયદેસર ગણાતા હોય છે.

આ મુદ્દે હવે માત્ર કાર્યવાહી નહીં, પરંતુ જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠી રહી છે. VS હોસ્પિટલ અને NHL મેડિકલ કોલેજના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે અને સમગ્ર પ્રકરણ ગુજરાતના હેલ્થ સિસ્ટમ પર મોટી છાયાં પાથરી રહ્યું છે.


Share

Related posts

મોદી સરકારના 11 વર્ષ: વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા

abplusnews

ભાજપ દ્વારા ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં પ્રમુખોની નિમણૂક

abplusnews

ભારતએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું: અભિષેકે 79 રનની તોફાની ઇનિંગ રમી

abplusnews

Leave a Comment