AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ખોખરા વિસ્તારમાં નકલી અમૂલ ઘીનો 105 કિલો જથ્થો ઝડપાયો

ખોખરા વિસ્તારમાં
Share

અમદાવાદના ખોખરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નકલી ઘી વેચાણના શંકાસ્પદ જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના જશોદાનગર વિસ્તારમાં ચારભુજા કિરાણા સ્ટોરમાંથી 15 કિલોના 7 ડબ્બા (કુલ 105 કિલો) શંકાસ્પદ અમૂલ ઘી જપ્ત કરવામાં આવ્યું. આ ડબ્બાઓ પર હિન્દીમાં “શુદ્ધ” શબ્દની જગ્યાએ “શદ્ધ” લખેલું જોવા મળ્યું, જેનાથી તેના નકલી હોવાની શંકા ઉઠી.

ખોખરા વિસ્તારમાં વેપારીએ પુછપરછમાં જણાવ્યું કે ઘી હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી મંગાવવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે હાર્દિક ટ્રેડર્સના ગોડાઉન પર દરોડો પાડી, પરંતુ ગોડાઉન બંધ મળતાં તેને સીલ કરવામાં આવ્યું. ગોડાઉન માલિકને બોલાવી તપાસ ચાલુ રાખવામાં આવશે.

પ્રાથમિક ચકાસણીમાં વનસ્પતિ ઘીમાં કોઈ ભેળસેળ ન હોવાનું જણાઈ આવ્યું છે, સેમ્પલ લેવાઈ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ બાદ ઘી ખરામાં ભેળસેળ હતી કે કેમ તે જાણવા મળશે.

વધુ સમાચાર વાંચો :

ગુજરાતમાં અનોખી બેવડી ઋતુ: ફેબ્રુઆરીમાં જ એપ્રિલ જેવો ઉકળાટ

https://abplusnews.com/unique-dual-season-in-gujarat/

https://www.youtube.com/watch?v=3sTbDm0vXJ8


Share

Related posts

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું

abplusnews

ગૃહમંત્રી અમિત શાહ હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે

abplusnews

મહાદેવ બેટિંગ કૌભાંડમાં ઈડીની મોટા પાયે કાર્યવાહી, મોટું નેટવર્ક બહાર

abplusnews

Leave a Comment