જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 ભારતીય નાગરિકોના શહીદ થાના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. હુમલામાં ત્રણ ગુજરાતીઓના પણ મૃત્યુ થતા રાજ્યમાં દુઃખ અને રોષની લાગણી ફાટી નીકળી છે. ભારત સરકારે તરત જ ગંભીર કાર્યવાહી કરતાં પાકિસ્તાન નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકારે પણ તાત્કાલિક પગલાં લેતાં રાજ્યમાં રહેતા પાકિસ્તાન નાગરિકોને પરત મોકલવાની કામગીરી આરંભી દીધી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજ્યમાં લોંગ ટર્મ વિઝા ધરાવતા 438 અને શોર્ટ ટર્મ વિઝાવાળા 7 મળી કુલ 445 પાકિસ્તાન નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી છે.
કયા જિલ્લામાં કેટલા પાકિસ્તાની નાગરિક?
અમદાવાદમાં સૌથી વધુ 82, કચ્છમાં 53 અને સુરતમાં 44 પાકિસ્તાની નાગરિકો રહેતા હોવાનું ખુલ્યું છે. શોર્ટ ટર્મ વિઝાવાળા નાગરિકોમાં સૌથી વધુ ભરૂચમાં 8, અમદાવાદમાં 5 અને વડોદરામાં 2 જણાનો સમાવેશ થાય છે. આ તમામને 14 એપ્રિલથી 28 જૂન દરમિયાન વિઝા આપવામાં આવ્યા હતા. હવે તેમને અટારી-વાઘા બોર્ડર મારફતે પરત મોકલવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

પાકિસ્તાન પર તીવ્ર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક
પહલગામ હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેની વિવિધ દૂતાવાસી અને વિઝા સંબંધિત સુવિધાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ગુરુવારે ભારતે તમામ પ્રકારના મેડિકલ અને અન્ય વિઝા રદ કર્યા છે અને પાકિસ્તાની નાગરિકોને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો આદેશ કર્યો છે. ઉપરાંત, ભારતે જી-20 દેશોના રાજદૂતોની બેઠક બોલાવીને આતંકી હુમલા અંગે માહિતી આપી છે.

અટારી બોર્ડર પર ભારેલ સ્થિતિ
અટારી-વાઘા બોર્ડર તાત્કાલિક બંધ કરાયા બાદ ભારતીય નાગરિકોને પણ 1 મે પહેલા પરત ફરવાનો સમય આપવામાં આવ્યો છે. અનેક પાકિસ્તાન પરિવારો આજે સવારે આઈસીપી, અમૃતસર ખાતે પહોંચ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તેવી સ્પષ્ટતા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે.
સરકારની આ કડક હડતાળ અને તાત્કાલિક કાર્યવાહીથી દેશભરમાંથી આતંકના વિરોધમાં મજબૂત સંદેશો સંપ્રેસાય છે.
