AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાતમાં “ઓપરેશન ક્લિનસિટી”:1000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા

ઓપરેશન
Share

22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. તેના અનુસંધાને ગુજરાત સરકારે પણ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી. 25 એપ્રિલની મધરાત્રે ‘ઓપરેશન ક્લિનસિટી’ના ભાગરૂપે અમદાવાદ અને સુરતમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

ગુજરાત સરકારે સુરક્ષા સજાગતા વધારતાં બાંગ્લાદેશી નાગરિકોને રાજ્યમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને કરાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર, સુરત પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ ઓપરેશનનો આખો એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. ઓપરેશનની ગુપ્તતા જાળવીને 25 એપ્રિલની રાત્રે 3 વાગ્યે એકસાથે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી.

અમદાવાદમાં મોટું ઓપરેશન

અમદાવાદમાં 3 DCP, 10 ACP, અને 45થી વધુ PIની નેતૃત્વમાં 16 અલગ અલગ ટીમો બનાવી શકાયેલી. કુલ 800 પોલીસકર્મીઓ સાથે ક્રાઈમ બ્રાન્ચ, SOG અને ઝોન-6ની ટીમોએ ચંડોળા તળાવ વિસ્તાર અને મિલકતનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. આખો વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો હતો અને 400 પોલીસકર્મીઓએ બાહ્ય પરિષર સુરક્ષિત કર્યું જ્યારે 10 ટીમો અંદર ઘૂસી સર્ચ કરવા લાગી.

આ ઓપરેશન દરમિયાન 890 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, જેમાં 470 પુરૂષો તથા બાકી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો ભર નીંદ્રામાં ઝડપાયા હતા. તેમના ડોક્યુમેન્ટ્સની ચોકસાઈથી તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય માન્યતા ના મળતા તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

સુરતમાં પણ ઝડપી કાર્યવાહી

સુરતમાં પણ સરખી રીતે 6 ટીમો દ્વારા ઊન, સચિન, લિંબાયત અને લાલગેટ જેવા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા. અહીં કુલ 134 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, જેમાં 87 પુરૂષો અને 47 મહિલાઓ છે. તમામને સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે અને રાંદેર વિસ્તારના નવા ભિક્ષુક ગૃહમાં સ્થળાંતરિત કરાયા છે જ્યાં સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વિરુદ્ધ FIR નહીં કરવામાં આવે અને તમામને ઝડપથી ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજે 10 થી 15 દિવસમાં તેમને તેમના દેશમાં મોકલવાની કામગીરી પૂરી થવાની છે.

ઓપરેશન કેમ રાત્રે હાથ ધરાયું?

પોલીસે દિવસ દરમિયાન ઓપરેશન ન ચલાવી, રાત્રે ઓપરેશન કરવાની વ્યૂહરચના અપનાવી. કારણકે દિવસ દરમ્યાન બાંગ્લાદેશીઓ એલર્ટ થઈને ફરાર થઈ શકે એનો ખતરો હતો. રાત્રે અચાનક દરોડા પાડતા, મોટી સંખ્યામાં ગેરકાયદેસર નાગરિકોની અટકાયત કરવામાં સફળતા મળી.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

FB-ઈન્સ્ટા પર AI ની કડક નજર! મેટાની નવી પોલિસીથી યુઝર્સમાં ભય

abplusnews

BJP ના સ્થાપના દિવસ અને રામનવમી નિમિત્તે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમ

abplusnews

148મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પોલીસનું મેગા રિહર્સલ યોજાયું

abplusnews

Leave a Comment