AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાત યુનિવર્સિટીના online કોર્સમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓનો વધારો

online
Share

ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે online કોર્સની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2026માં શરૂ કરાયેલી આ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો છે. યુનિવર્સિટીના વિવિધ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. ખાસ કરીને online શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓનો વધતો રસ સ્પષ્ટપણે સામે આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલ 6 ઓનલાઈન કોર્સ માટે આ વખતે 3101 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 2993 ભારતીય અને 108 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નોંધણી બાદ 447 વિદ્યાર્થીઓએ ફાઇનલ સબમિશન પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી 440 વિદ્યાર્થીઓને માન્યતા આપવામાં આવી હતી. અંતે 341 ભારતીય અને 2 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત કુલ 343 વિદ્યાર્થીઓને વિવિધ online કોર્સમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા online અભ્યાસક્રમોમાં વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ઓગસ્ટ 2025માં પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કુલ 450 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી 252 વિદ્યાર્થીઓએ ફાઇનલ સબમિશન કર્યું હતું અને યુનિવર્સિટીએ 180 વિદ્યાર્થીઓને માન્યતા આપી હતી. અંતે કુલ 154 વિદ્યાર્થીઓએ અલગ-અલગ ઓનલાઈન કોર્સમાં એડમિશન લીધું હતું.

onlineફેબ્રુઆરી 2026ની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઓગસ્ટની સરખામણીએ વધુ વિદ્યાર્થીઓએ online અભ્યાસક્રમો પ્રત્યે રસ દર્શાવ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ અને ફ્લેક્સિબલ શિક્ષણ પદ્ધતિ તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ સતત વધી રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં બેચલર અને માસ્ટર ડિગ્રીના વિવિધ ઓનલાઈન કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં બેચલર ઓફ આર્ટ્સ (અંગ્રેજી), બેચલર ઓફ કોમર્સ (જનરલ), બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઓફ આર્ટ્સ (અંગ્રેજી), માસ્ટર ઓફ કોમર્સ (જનરલ) અને માસ્ટર ઓફ સાયન્સ (મેથેમેટિક્સ) જેવા કોર્સનો સમાવેશ થાય છે.

online કોર્સમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ

  • બેચલર ઓફ આર્ટ્સ (અંગ્રેજી): ઓગસ્ટ 2025માં 37 અને ફેબ્રુઆરી 2026માં 68
  • બેચલર ઓફ કોમર્સ (જનરલ): ઓગસ્ટ 2025માં 23 અને ફેબ્રુઆરી 2026માં 73
  • બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન: ઓગસ્ટ 2025માં 23 અને ફેબ્રુઆરી 2026માં 59
  • માસ્ટર ઓફ આર્ટ્સ (અંગ્રેજી): ઓગસ્ટ 2025માં 21 અને ફેબ્રુઆરી 2026માં 56
  • માસ્ટર ઓફ કોમર્સ (જનરલ): ઓગસ્ટ 2025માં 33 અને ફેબ્રુઆરી 2026માં 61
  • માસ્ટર ઓફ સાયન્સ (મેથેમેટિક્સ): ઓગસ્ટ 2025માં 17 અને ફેબ્રુઆરી 2026માં 26

યુનિવર્સિટી દ્વારા હવે online કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરો તેમજ ગેસ્ટ ફેકલ્ટી દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. તમામ વ્યાખ્યાનો અને અભ્યાસક્રમ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવશે. સાથે જ તમામ કોર્સની પરીક્ષાઓ પણ ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની આ પહેલ વિદ્યાર્થીઓને ઘર બેઠા ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ગુજરાતનું બુર્જ ખલીફા : અમદાવાદમાં 162 મીટર ની સૌથી ઊંચી ઈમારત

abplusnews

હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું: 6 દિવસ ભારે વરસાદની આગાહી

abplusnews

એનેસ્થેસિયા તબીબ પર દુષ્કર્મનો આરોપ: હાઈકોર્ટમાં તટસ્થ તપાસની માંગ

abplusnews

Leave a Comment