AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

Ahmedabad એરપોર્ટ નજીક હોળી ચકલા-ચમનપુરામાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ

Ahmedabad
Share

Ahmedabad ના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં હવે માંસ, માછલી, ચિકન અને મટન સહિતની નોનવેજ ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. Ahmedabad Municipal Corporation દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણય પાછળ મુખ્ય કારણ એરપોર્ટ નજીક બર્ડ હિટની વધતી શક્યતા હોવાનું સામે આવ્યું છે. AMC દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈપણ વ્યક્તિ આ વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અસારવાના હોળી ચકલા અને ચમનપુરા વિસ્તાર અમદાવાદ એરપોર્ટની નજીક આવેલો હોવાથી અહીં મોટી સંખ્યામાં પક્ષીઓનું સંચરણ રહે છે. ખાસ કરીને બકરા બજાર અને ફિશ માર્કેટને કારણે સમડી, ગીધ અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે. એરપોર્ટ સત્તાધીશો અને એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી. પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટની ઘટના સર્જાય તો મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેતી હોવાથી AMCએ આ પગલું ભર્યું છે.

મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર Ramya Bhattએ જણાવ્યું હતું કે અસારવા અને કોતરપુર તરફથી એરપોર્ટ પર પ્લેનની અવરજવર વધુ રહે છે. એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટીએ એરપોર્ટની સુરક્ષા જળવાઈ રહે તે માટે એરોડ્રોમની આસપાસના વિસ્તારમાં બર્ડ હિટના જોખમને ઘટાડવા માટે સૂચનો કર્યા હતા. તેના આધારે હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

AhmedabadAMC દ્વારા વિસ્તારમાં જાહેર નોટિસના બેનર પણ લગાવવામાં આવ્યા છે. બેનરમાં જણાવાયું છે કે હોળી Ahmedabad ચકલા-ચમનપુરા વિસ્તારમાં ફિશ, ચિકન અને મીટના વેચાણને કારણે પક્ષીઓની અવરજવર વધી રહી છે, જેના કારણે પ્લેન સાથે બર્ડ હિટ થવાની શક્યતા વધી શકે છે. આ વિસ્તાર પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ રૂટમાં આવતો હોવાથી સુરક્ષાના હિતમાં આ પ્રતિબંધ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

જાહેર સૂચના મુજબ, ધ ભારતીય વાયુયાન વિધેયક-2024ની કલમ 25(2) તથા એરક્રાફ્ટ રૂલ્સ-1937ના રૂલ 91 હેઠળ એરોડ્રોમથી 10 કિલોમીટર ત્રિજ્યામાં આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાની જોગવાઈ છે. AMCએ જણાવ્યું છે કે જો કોઈ વેપારી અથવા વેન્ડર પ્રતિબંધ છતાં અહીં નોનવેજનું વેચાણ કરશે તો તેના વિરુદ્ધ ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 125(બી) હેઠળ કાર્યવાહી થશે. આ હેઠળ ત્રણ વર્ષ સુધીની સખત કેદ અને રૂ.10 હજાર સુધીનો દંડ થઈ શકે છે.

હોળી ચકલા અને ચમનપુરા વિસ્તાર, ખાસ કરીને ચામુંડા બ્રિજ આસપાસ, વર્ષોથી ફિશ માર્કેટ અને બકરા બજાર માટે જાણીતો રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ ભેગા થતાં હોવાથી આસપાસના રહેવાસીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે Ahmedabad AMCના આ નિર્ણય બાદ વિસ્તારમાં નોનવેજ વેપાર કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે, જ્યારે સુરક્ષા દૃષ્ટિએ કેટલાક લોકો આ નિર્ણયને જરૂરી ગણાવી રહ્યા છે.


Share

Related posts

લગ્ન ના નામે 3 લાખની લૂંટ: નિકોલના યુવક સાથે દુઃખદ ઘટના

abplusnews

અમદાવાદીઓ આવતીકાલે ઊંધિયા પર તૂટી પડશે:ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 40 હજાર કિલોથી પણ વધુ ઉંધિયું ઝાપટી જશે; 30 હજાર કિલો જલેબી વેચાવાનો અંદાજ

abplusnews

અમદાવાદ માં બે અલગ અલગ અકસ્માત: એક યુવકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

abplusnews

Leave a Comment