AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ONGC નોકરીના બહાને 25 લાખની છેતરપિંડી: ગૌતમ સોલંકીની ધરપકડ

ONGC
Share

અમદાવાદ: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)માં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી અપાવવાના નામે 50થી વધુ યુવકો પાસેથી 25 લાખ રૂપિયા પડાવનાર ગૌતમ સોલંકી નામના યુવકની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી છે. ચાંદખેડાના પ્રજાપતિ વાસમાં રહેતા ગૌતમ સોલંકીએ નોકરીનું લાલચ આપી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈકાર્ડ બનાવી લોકોને ઠગ્યા હતા. તે લોકોને ટ્રેનિંગના બહાને ONGC ના વેલ સાઈટ પર લઈ જતો અને નોકરી મળી ગયાની ખાતરી આપતો.

મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ONGC ના સિક્યુરિટી ઈન્ચાર્જ સહદેવસિંહ ઝાલાને તેમના ઉપરી અધિકારીઓ પાસેથી જાણકારી મળી કે ONGC ના કલોલ વિભાગના કુવો પર કેટલાક નકલી અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. તપાસ માટે તેમની ટીમ ખસી ગઈ હતી અને કુવા ઉપર પસાર થતા વાહનો અને સાધનોના ફોટા પડાવા લાગ્યા હતા. આ દરમિયાન કિરણ પરમાર નામના યુવકની કામગીરી પર શંકા જાગતા તેની પૂછપરછ કરવામાં આવી હતી.

કિરણ પરમારે સ્વીકાર્યું કે તે ગૌતમ સોલંકીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યો છે અને તેની પાસેથી જ તમામ બનાવટી ડોક્યુમેન્ટ મળ્યા છે. વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ગૌતમ સોલંકી ONGC ના ફાઇનાન્સ વિભાગમાં નોકરી કરે છે અને પોતાની ઓળખનો દુરૂપયોગ કરીને યુવકો પાસેથી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયા પડાવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ગૌતમ સોલંકીએ નોકરી માટે જાહેરાતો પણ આપી હતી અને ઈન્ટરવ્યૂ યોજી યુવકોની પસંદગી કરી હતી. ત્યારબાદ દરેક યુવકને ખોટું એપોઇન્ટમેન્ટ લેટર અને આઈકાર્ડ આપી ONGC ના તેલના કુવો પર ટ્રેનિંગ માટે લઈ જતો હતો. તેઓને વાસ્તવિક કામગીરીનો અનુભવ પણ કરાવતો અને તેનો ફોટોગ્રાફિક પુરાવો બનાવીને અન્ય યુવકોને વિશ્વાસમાં લેતો.

કેટલાક યુવકોને 8થી 10 દિવસ સુધી તાલીમના બહાને ખોટી રીતે કામ પર પણ મુક્યા હતા. આરોપીએ નકલી સિક્કા સાથે એપોઇન્ટમેન્ટ લેટર પણ બનાવ્યાં હતાં જેથી દસ્તાવેજો બરાબર લાગતા હતા. ONGC ના વિજિલન્સ વિભાગે આ અંગે માહિતી મેળવી તપાસ હાથ ધરી ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

આરોપી ગૌતમ સોલંકી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને તેને ઝડપી લીધો છે. હાલ પોલીસે ગુનાની વધુ સઘન તપાસ શરૂ કરી છે અને શક્યતા છે કે આ કેસમાં અન્ય કોઈ જોડાયેલો હોઈ શકે છે. આરોપી પાસેથી મળેલી વિગતોના આધારે પીડિત યુવકોની સંખ્યા હજુ વધી શકે છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે

abplusnews

AMC નું અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ CNG પેટ ડોગ સ્મશાન શરૂ

abplusnews

AMC રૂ. 68.56 લાખે નાંખશે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, કઠવાડા–નિકોલ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યાનો અંત

abplusnews

Leave a Comment