AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

70 વર્ષથી વધુ વડીલો માટે સરકારે શરૂ કર્યું “આયુષ્માન વય વંદના કાર્ડ” : 5 લાખ સુધી મફત સારવાર

આયુષ્માન વય વંદના કાર્ડ
Share

70 વર્ષથી વધુ વડીલો માટે સરકારની મોટી ભેટ : હવે “આયુષ્માન વય વંદના કાર્ડ”

શું તમારા ઘરમાં 70 વર્ષથી વધુ ઉંમરના મમ્મી-પપ્પા કે દાદા-દાદી છે? તો તેમના માટે કેન્દ્ર સરકારે એક વિશાળ રાહત આપી છે. અત્યાર સુધી “આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)”નો લાભ માત્ર ગરીબી રેખા હેઠળ કે નિર્ધારિત કેટેગરી ધરાવતા પરિવારોને મળતો હતો. પરંતુ હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વડીલને આવકની કોઈ મર્યાદા વિના સીધો જ “આયુષ્માન વય વંદના કાર્ડ” આપવામાં આવશે.

આ કાર્ડથી દેશના દરેક વડીલને 5 લાખ રૂપિયા સુધીનું મફત હેલ્થ કવર મળશે. ખાસ વાત એ છે કે આ કાર્ડ ઘરે બેઠા સ્માર્ટફોનથી માત્ર 5-10 મિનિટમાં બની જશે.


શું છે ‘આયુષ્માન વય વંદના કાર્ડ’?

આ કાર્ડ કોઈ નવી યોજના નથી પરંતુ વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ “આયુષ્માન ભારત PM-JAY”નો જ એક વિશેષ વિસ્તરણ છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ આવકના ધોરણે જ મળતો હતો, પરંતુ વડીલોને સન્માન આપતા સરકારએ આવકની શરત હટાવી દીધી છે. એટલે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિક આ કાર્ડ માટે પાત્ર છે.

કાર્ડથી મળનારા મુખ્ય ફાયદા

  • દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર.

  • હોસ્પિટલમાં દાખલ થવાનો તમામ ખર્ચ.

  • કોઈપણ પ્રકારની સર્જરી, ઓપરેશન કે મેજર ટ્રીટમેન્ટ.

  • હોસ્પિટલમાં રહેલા સમય દરમિયાન દવા, ટેસ્ટ અને ડોક્ટરની ફી.

  • ડિસ્ચાર્જ પછી 15 દિવસ સુધીનો ફોલો-અપ ખર્ચ.

આથી વડીલોને અચાનક બીમારી કે મેડિકલ ઈમરજન્સીમાં લાખો રૂપિયાના ખર્ચમાંથી મોટી રાહત મળશે.


ઘેર બેઠા 5 મિનિટમાં કાર્ડ કેવી રીતે બનાવશો?

  1. Ayushman App ડાઉનલોડ કરો – પ્લે-સ્ટોર પરથી “Ayushman App” ડાઉનલોડ કરો.

  2. લોગિન કરો – “Beneficiary” તરીકે લોગિન કરો અને મોબાઇલ નંબર દાખલ કરતાં જ OTPથી વેરિફાઇ કરો.

  3. 70+ વિકલ્પ પસંદ કરો – હોમ સ્ક્રીન પર “Enrollment for 70 years or more” પર ક્લિક કરો.

  4. e-KYC કરો – વડીલનો આધાર નંબર નાખો. ઓળખ ચકાસણી માટે આધાર OTP, ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખનો વિકલ્પ મળશે.

  5. વિગતો અને ફોટો અપલોડ કરો – સ્પષ્ટ ફોટો ખેંચો, સરનામું, જિલ્લો અને પિનકોડની વિગતો ભરી “Submit” કરો.

જો આધાર નાખ્યા પછી “No Beneficiary Found” મેસેજ આવે તો “New Registration” વિકલ્પ પર ક્લિક કરીને નવી એન્ટ્રી કરી શકો છો.

કાર્ડ બનાવતા પહેલા ધ્યાનમાં રાખવાની 3 મોટી બાબતો

  1. સરકારી હોસ્પિટલમાં જ ચાલે છે એ માન્યતા ખોટી છે – આ કાર્ડ દેશભરની હજારો માન્ય પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ એટલી જ અસરકારક છે. એપમાં તેનો લિસ્ટ ઉપલબ્ધ છે.

  2. આધાર-મોબાઇલ લિંક ફરજિયાત છે – OTP આધારિત વેરિફિકેશન માટે આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર ચાલુ હોવો જરૂરી છે. ન હોય તો આધાર સેવા કેન્દ્રમાં પહેલાંથી અપડેટ કરાવવો પડશે.

  3. દરેક વડીલ માટે અલગ કાર્ડ બનશે – જો ઘરમાં બે વડીલો હોય તો દરેક માટે અલગ-અલગ નોંધણી કરવી પડશે.

આ યોજનાથી દેશના કરોડો વડીલોને આરોગ્ય સુરક્ષાનું કવચ મળશે. માત્ર થોડા મિનિટમાં બનેલું આ કાર્ડ જીવનની સૌથી મુશ્કેલ ઘડીઓમાં લાખો રૂપિયાની આર્થિક અને માનસિક રાહત આપી શકે છે.

આ માહિતી જરૂરિયાતમંદ સુધી પહોંચાડો અને વડીલોને સુરક્ષિત બનાવવામાં સહભાગી બનો.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

Ahmedabad Shopping Festival 2025–26: ખરીદી પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ, 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 હોટસ્પોટ ઝોન બનાવાયા

abplusnews

સ્વચ્છતા એવોર્ડ 2024: અમદાવાદ ટોચના શહેરોમાં સ્થાન મેળવશે?

abplusnews

ટેરિફ વૉર શરૂ થતા સોના-ચાંદીમાં નોંધપાત્ર તેજી, એક મહિનામાં 11% વધારો

abplusnews

Leave a Comment