AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નિકોલમાં રામનવમી યાત્રામાં વિવાદ , પોલીસે યાત્રા રોકતા VHPનો ચક્કાજામ

રામનવમી
Share

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રામનવમી ના પવિત્ર પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત શોભાયાત્રા દરમ્યાન વિવાદ ઊભો થયો છે. રામનવમી રેલીમાં ‘લવ જેહાદ’ જેવી વિવાદાસ્પદ થીમ પર આધારિત પોસ્ટરોના કારણે સ્થાનિક પોલીસએ સરઘસ આગળ વધવા અટકાવ્યું હતું. આ પગલાથી વિહિપના કાર્યકર્તાઓમાં અસંતોષ ફેલાયો હતો અને વિરોધ સ્વરૂપે તેમણે નિકોલ વિસ્તારમાં રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો.

બાપુનગરથી શરૂ થયેલી રામનવમી ની શોભાયાત્રા જ્યારે નિકોલના શુકન ચાર રસ્તા નજીક પહોંચી, ત્યારે પોલીસએ યાત્રાને અટકાવી દીધી. પોલીસે અણગમતી ઘટનાઓને ધ્યાનમાં લઈ આગળ વધવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિહિપના કાર્યકર્તાઓ આ નિર્ણયથી નારાજ થઈ ગયા હતા અને રસ્તા પર બેસી ગયા હતા. રામધૂન બોલાવવામાં આવી હતી અને ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા.

વિહિપના નેતાઓએ એવો દાવો કર્યો કે તેઓ હંમેશાં શાંતિપૂર્ણ રીતે રામનવમી ની યાત્રા યોજતા આવ્યા છે અને ‘લવ જેહાદ’ મુદ્દો સમાજને જાગૃત કરવા માટે છે. પોલીસના વલણને તેમણે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર સોતેલો હુમલો ગણાવ્યો હતો.

દૂષિત પરિસ્થિતિના પગલે પોલીસ દ્વારા વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સશસ્ત્ર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટના દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવાયા હતા.

રામનવમી ના પવિત્ર પ્રસંગે આ ઘટનાને લઈને હવે રાજકીય તથા સામાજિક સ્તરે પણ ચર્ચા છેડાઈ છે કે ધાર્મિક ઉજવણીના પ્રસંગો કેવી રીતે સામાજિક સંદેશોના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે અને તેમાં સંવેદનશીલ વિષયો કેવી રીતે વિવાદ ઊભા કરે છે.


Share

Related posts

ક્રાઇમબ્રાંચ નો મોટો પરદાફાશ: 14 મહિલા બુટલેગરો દારૂ સાથે ઝડપાઈ

abplusnews

PMJAY હેઠળ હવે રાજ્ય કર્મચારીઓ માટે 10 લાખ સુધીની કેશલેસ સારવાર

abplusnews

કોંગ્રેસ એકલા હાથે લડે તેવી તજવીજ, મહાપાલિકામાં ત્રિપાંખીયું જંગ નિશ્ચિત

abplusnews

Leave a Comment