AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

રેશનકાર્ડ હવે ઓળખ-રહેઠાણ પુરાવા તરીકે માન્ય નહીં, જાણો સરકારનો મોટો નિર્ણય

રેશનકાર્ડ
Share

ગુજરાત સરકારે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં રાજ્યભરમાં હવે રેશનકાર્ડ ને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવાની પ્રથા બંધ કરી દીધી છે. સરકારના આ નિર્ણય અનુસાર રેશનકાર્ડનો ઉપયોગ હવે માત્ર જાહેર વિતરણ પ્રણાલી (Public Distribution System – PDS) મારફત અનાજ, ઈંધણ અને અન્ય સબસિડી આધારિત વસ્તુઓ મેળવવા માટે જ માન્ય રહેશે.

✅ દસ્તાવેજી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાનો પ્રયાસ

રાજ્ય સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે હવે રેશનકાર્ડ સરકારી કામકાજ, બેંકિંગ, લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયનો હેતુ દસ્તાવેજોની દુરુપયોગની શક્યતાઓ ઘટાડવાનો અને વિવિધ પ્રક્રિયાઓમાં સ્પષ્ટતા લાવવાનો છે. સરકારના જણાવ્યા મુજબ, રેશનકાર્ડનો મૂળ હેતુ માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો છે.

હવે અન્ય દસ્તાવેજો જરૂરી રહેશે

આ નવા નિયમ બાદ રાજ્ય સરકારના તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી, મંજૂરી કે પ્રક્રિયામાં રેશનકાર્ડ ને પુરાવા તરીકે સ્વીકારશે નહીં. તેના બદલે નાગરિકોને ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.


રેશનકાર્ડ લાભાર્થીઓને રાજ્યભરમાં 17 હજાર દુકાનો દ્વારા વિના મૂલ્યે અનાજનું વિતરણ

રાજ્ય સરકારે દિવાળીના તહેવારને ધ્યાને રાખીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.) હેઠળ આવરી લેવાયેલા અંત્યોદય (AAY) અને BPL પરિવારોને અનાજ વિના મૂલ્યે આપવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના 75 લાખથી વધુ રેશનકાર્ડ ધરાવતા 3.26 કરોડ લાભાર્થીઓને ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિતરણ રાજ્યભરની 17,000થી વધુ વાજબી ભાવની દુકાનો મારફતે કરવામાં આવી રહ્યું છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, આ નિર્ણયથી ગરીબ વર્ગ દિવાળીના તહેવારને વધુ આનંદપૂર્વક ઉજવી શકશે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા રાહતદરે ખાંડ અને ખાદ્યતેલનું પણ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.


અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને વિશેષ લાભ

મંત્રી બાવળીયાએ વધુમાં જણાવ્યું કે, અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ 35 કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) ને વ્યક્તિદીઠ 5 કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવશે.
સાથે જ દરેક લાભાર્થીને ચણા રૂ.30 પ્રતિ કિલો, તુવેરદાળ રૂ.50 પ્રતિ કિલો અને મીઠું રૂ.1 પ્રતિ કિલોના રાહતદરે વિતરણની સુવિધા પણ આપવામાં આવી છે.


દિવાળીને અનુલક્ષીને વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ રાહત રૂપે BPL અને અંત્યોદય કુટુંબોને વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણનો પણ નિર્ણય લીધો છે.

  • ખાદ્યતેલ (સીંગતેલ) – 1 લીટર પાઉચ રૂ.100 પ્રતિ લીટરના રાહત દરે

  • ખાંડ (BPL કુટુંબો) – 1 કિલો રૂ.22 પ્રતિ કિલોના દરે

  • ખાંડ (AAY કુટુંબો) – 1 કિલો રૂ.15 પ્રતિ કિલોના દરે


રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ યોજનાઓ દ્વારા પોષણ સલામતી અને અન્ન સલામતી બંને સુનિશ્ચિત કરવા રાજ્ય કટિબદ્ધ છે. ગરીબ પરિવારોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો અને દરેક નાગરિક સુધી પોષણસભર આહાર પહોંચાડવાનો સરકારનો આ પ્રયાસ છે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદમાં ગેરકાયદે ગોડાઉન માં ધડાકો: 2 નો દમઘટથી મોત

abplusnews

કેરળ માં એક જ પરિવારના છ સભ્યોની નૃશંસ હત્યા, યુવકે કર્યો આત્મસમર્પણ

abplusnews

ચંડોળા પછી હવે રખિયાલ: AMCનો બુલડોઝર એક્શન ચાલુ

abplusnews

Leave a Comment