અમદાવાદ ક્રાઇમબ્રાંચ ના માધુપુરા પોલીસની હદમાંથી 14 મહિલા બુટલેગરોને દારૂ તથા બિયરની કુલ 889 બોટલ સાથે ઝડપી પાડીને મોટો પરદાફાશ કર્યો છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં મહિલા બુટલેગરોની ધરપકડનો આ પ્રથમ બનાવ છે.
ક્રાઇમબ્રાંચ ના ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને મળેલી માહિતીના આધારે, પોલીસે માધુપુરા વિસ્તારમાં રેડ કરી હતી. તપાસમાં ખુલ્યું કે આ તમામ મહિલા બુટલેગરો અમદાવાદના કાગડાપીઠની રહેવાસી છે અને તેઓ રાજસ્થાનથી દારૂ લાવી અમદાવાદમાં વેચાણ કરતા હતા.
પોલીસના અનુસાર, આ મહિલાઓ બસ અને ટ્રેન દ્વારા વારંવાર રાજસ્થાન જઈ દારૂનો જથ્થો છુપાવી લાવતી હતી. તેમનો ધંધો લાંબા સમયથી ચાલી રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ હતી. કાગડાપીઠ અને કંટોળીયાવાસ જેવા વિસ્તારોમાં દારૂનું વેચાણ કરવામાં આવતા હોવાની જાણકારી સામે આવી છે.
આ ધરપકડમાં પોલીસ દ્વારા મંજુ ચુનારા, મારિયા મન્સૂરી, સુનિતા ચુનારા, અનિતા ચુનારા, રોશની ચુનારા, ગીતા ચુનારા, આશા ચુનારા, જાગૃતિ ચુનારા, કવિતા ચુનારા, ભગવતી ચુનારા, ઊર્મિલા ચુનારા, રિદ્ધિ ચુનારા અને રજની ચુનારા નામની મહિલાઓને ઝડપી લેવામાં આવી છે.
ક્રાઇમબ્રાંચે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધા પર પોલીસની સજાગતા અને કડક કાર્યવાહી પ્રત્યેનો સંદેશો પહોંચ્યો છે.
વધુ સમાચાર વાંચો :
AMC નું 14,001 કરોડનું બજેટ: 36 થીમ આધારિત રોડ વિકાસની યોજના
https://abplusnews.com/amcs-budget-of-rs-14001-crore/
અમરેલી તાલુકાના તરકતળાવ ગામમાં રામદેવપીર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો
https://www.youtube.com/watch?v=LcXbk9gmW40