AB Plus News
BREAKING NEWS
ક્રાઈમતાજા સમાચાર

નરોડા પાટિયા વિસ્તારમાં દુખદ ઘટના, અજીજખાન પઠાણની હત્યા

નરોડા પાટિયા murder
Share

અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં રહેલા અજીજખાન પઠાણની ઘાતકી હત્યા થઈ છે. તે પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસે કેડિલા બ્રિજ પાસે તેમનું ગળું રહેંસી નાખ્યું. હાલ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈ સાજીદ પઠાણે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

નરોડા પાટિયા

નરોડા પાટિયા વિસ્તારમાં પત્ની સાથે પુનઃવિવાહની તૈયારી વચ્ચે હત્યા

અજીજખાનના 2009માં કરીશ્માબાનુ સાથે લગ્ન થયા હતા. જો કે, ત્રણ વર્ષ પહેલા ઝઘડાને કારણે બંને વચ્ચે છુટાછેડા થઈ ગયા હતા. સાબેરાબીબીના અવસાન બાદ, કુટુંબના સભ્યોએ પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું અને તેઓ ફરી સાથે રહેવા સંમત થયા હતા. તેઓ રમઝાન બાદ પુનઃવિવાહ કરવાના હતા. ગઇકાલે, અજીજખાન પત્ની અને બાળકોને કપડા અને નાણાં આપવા વટવા ગયા હતા, જ્યાંથી પરત ફરતા સમયે તેમની હત્યા કરવામાં આવી.


નરોડા પાટિયા

કેડિલા બ્રિજ પાસે લોહીલુહાણ હાલતમાં મળી લાશ

નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે દોઢ વાગ્યે ગેરેજમાં કામ કરનારા સલમાને તેમના પરિવારને ઈસનપુર પોલીસ સ્ટેશનથી મળેલા ફોન વિશે માહિતી આપી. સાબીરખાન તુરંત જ કેડિલા બ્રિજ પર પહોંચ્યા, જ્યાં પોલીસના તાફા વચ્ચે અજીજખાનની લોહીલુહાણ લાશ મળી. તેમનું ગળું અડધું કપાયેલું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ.

 


નરોડા પાટિયા

 

નરોડા પાટિયા વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. કેડિલા બ્રિજ નજીકના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. અત્યારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

વધુ સમાચાર વાંચો :
રાજસ્થાન થી દારૂ ભરેલી થાર ગાડી ઓગણજ સર્કલ પાસે પોલીસથી ભાગી
https://abplusnews.com/thar-vehicle-loaded-with-liquor-from-rajasthan/
https://www.youtube.com/watch?v=3biOaY8I1tM

Share

Related posts

અમદાવાદમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી, અનેક વિસ્તારો ‘નો કેટલ ઝોન’ જાહેર

abplusnews

અમદાવાદમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: CTM હાઈવે પરથી આરોપી ઝડપાયો

abplusnews

સવારમાં ઠંડક, બપોરે કાળઝાળ ગરમી : ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ

abplusnews

Leave a Comment