AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

રાજસ્થાન થી દારૂ ભરેલી થાર ગાડી ઓગણજ સર્કલ પાસે પોલીસથી ભાગી

રાજસ્થાન liquor
Share

સોલા, અમદાવાદ – સોલા પોલીસને રાજસ્થાન થી દારૂના મોટા જથ્થા સાથે આવી રહી ગઈ એક થાર ગાડીની માહિતીને આધારે નાકાબંધી ગોઠવી હતી, પરંતુ ગાડી ચાલક પોલીસની નાકાબંધી જોઈને ભાગી ગયો. આ ઘટના ઓગણજ સર્કલ નજીક બની, જ્યાં પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કારના ચાલકે ગાડી દુર રાખી, અંધારામાં ભાગી જતાં પોલીસે મોટી વધુ તપાસ હાથ ધરી.

ગોટથી બાતમી મળી હતી કે, રાજસ્થાન થી વિદેશી દારૂ ભરેલી થાર ગાડી ઓગણજ સર્કલની સામેથી પસાર થઈ રહી છે. સોલા પીઆઈ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ, ડી સ્ટાફના એએસઆઈ નીરજકુમાર અને અન્ય સીઓએ ધરાવતી ટીમે મોડી રાત્રે ઓગણજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. જયારે થાર ગાડી ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, ગાડીના ચાલકે પોલીસની નાકાબંધી જોઈને થોડા મીટર દૂર ગાડી રોકી અને અંધારામાં ઝડપથી ભાગી ગયો.

પોલીસે તપાસ કરતા, રાજસ્થાન થી ગાડીમાંથી વિદેશી દારૂની 1097 બોટલ મળી આવી, જેની કુલ કિંમત રૂ. 2.16 લાખ હતી. સાથે જ, ગાડીની કિંમત રૂ. 15 લાખ હોય છે, જેના કારણે કુલ રૂ. 17.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ગાડીમાંથી પ્લેટો કાઢી નાખવામાં આવી હતી, પરંતુ વધુ તપાસમાં એ જણાયું કે આ ગાડી અમદાવાદ પાસિંગની હતી.

આ ઘટના પર સોલા પોલીસે ગુનો નોંધી, બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હવે ગાડીના માલિક અને આરોપી ઝડપવા માટે તપાસના પગલાં આગળ વધાર્યા છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદ માં બે અલગ અલગ અકસ્માત: એક યુવકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
https://abplusnews.com/two-separate-accidents-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=THxxJrOuXko

Share

Related posts

ધોરણ 10 અને 12ની પરીક્ષા: હોલ ટિકિટ ડાઉનલોડ & મહત્વપૂર્ણ સૂચનાઓ

abplusnews

વસ્ત્રાપુર ના સુભાષ પાર્ક પાસે ગટર સાફ કરતી વખતે શ્રમિકનું મોત

abplusnews

નારોલમાં હત્યા: જૂની અદાવતના કારણે યુવકનું મોઢું છૂંદીને નિર્દયતાથી હત્યા

abplusnews

Leave a Comment