અરબી સમુદ્ર માં ફરીથી નશીલા પદાર્થોની દાણચોરીનો મોટો ખુલાસો થયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી લગભગ 190 કિલોમીટર દૂર દરિયામાં 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરી છે, જેની બજાર કિંમત અંદાજે ₹1800 કરોડ છે.
@IndiaCoastGuard, in a joint operation with #Gujarat #ATS on the night of 12-13 Apr 25, seized 300 Kg narcotics worth Rs 1800 Cr off #IMBL near #Gujarat coast. On spotting #ICG ship, smugglers dumped contraband & fled across #IMBL. Consignment recovered at sea & handed to #ATS… pic.twitter.com/sxy7CG89Vq
— Indian Coast Guard (@IndiaCoastGuard) April 14, 2025
આ ઓપરેશન 12થી 13 એપ્રિલ વચ્ચે હાથ ધરાયું હતું. ઓપરેશન દરમિયાન ICG એ પોતાના જહાજો અને વિમાનોને તહેનાત કર્યા હતા. અરબી સમુદ્ર માં ગુજરાત અને મહારાષ્ટ્રની દરિયાઈ સીમા નજીક શંકાસ્પદ બોટને ચિહ્નિત કરીને ઘેરી લેવામાં આવી. કોષ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોનો મજબૂત બચાવ જોઈને બોટના સંદિગ્ધ પાયલટ્સ ડ્રગ્સને દરિયામાં ફેંકીને ફરાર થવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી તમામ ડ્રગ્સ જપ્ત કર્યા હતા.
હાલમાં બોટની રાષ્ટ્રીયતા તથા ક્રૂની ઓળખ જાહેર કરાઈ નથી, પણ આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતને ડ્રગ્સ દાણચોરીના પ્રવેશદ્વાર તરીકે રજૂ કર્યું છે. ICG અને ATSની આ સફળ કામગીરી એ સૂચવે છે કે સુરક્ષા એજન્સીઓ દરિયાઈ માર્ગે થતી નશીલી દ્રવ્યોની તસ્કરી અટકાવવા સતર્ક છે.
Commendable joint operation by Gujarat ATS and Indian Coast Guard! On the night of April 12-13, 2025, they seized 300 kg of narcotics worth Rs 1800 crore off the IMBL near the Gujarat coast. The consignment was recovered at sea, and ATS is conducting further investigation. This… pic.twitter.com/mqq0Xgmawg
— Harsh Sanghavi (@sanghaviharsh) April 14, 2025
ગયા વર્ષ એપ્રિલ 2024માં પણ પોરબંદર નજીકથી ICG એ 86 કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપી હતી અને 14 ક્રૂ સભ્યોને પકડ્યા હતા. આવું સ્પષ્ટ કરે છે કે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સની ગતિવિધિઓ સતત ચાલી રહી છે અને તંત્રે હવે વધુ કડક પગલાં લેવા જરૂરી બન્યાં છે.
