AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નરોડામાં પરશુરામ ભગવાનની ભવ્ય આરતી, બ્રહ્મ સમાજ નો એકતા સંદેશ

બ્રહ્મ સમાજ
Share

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તા. 21 માર્ચ 2026ના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નરોડા ખાતે આવેલા નવયુગ સ્કૂલ નજીક પરશુરામ ચોક સ્થિત પરશુરામ સર્કલ ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

નરોડા બ્રહ્મ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે દર માસની સુદ ત્રીજના પવિત્ર દિવસે ભગવાન પરશુરામની આરતી ઉતારવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ બ્રાહ્મણ સમાજમાં એકતા, ધાર્મિક જાગૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવવાનો છે. છેલ્લા ઘણા સમયથી આ આરતીનો કાર્યક્રમ સતત આયોજનબદ્ધ રીતે યોજાતો રહ્યો છે, જેમાં નરોડા વિસ્તારમાં વસતા બ્રાહ્મણ સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો, બ્રહ્મસેવકો અને સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. આરતી દરમિયાન ભક્તિભાવથી ભગવાન પરશુરામના સ્તુતિગાન ગવાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો જેમ કે ચંદ્રેશ જોશી, વિપુલ રાવલ, કમલભાઈ રાવલ, જીગરભાઈ મહારાજ, ગૌતમભાઈ બી ત્રિવેદી, શિવકુમાર શર્મા, જયેશભાઈ વ્યાસ, અશોકભાઈ ભટ્ટ, જીતુભાઈ ગોર તથા વૈશાલીબેન ભટ્ટ સહિતના આગેવાનો સતત સમાજના સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યરત છે.

વિશેષરૂપે, આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી પ્રાપ્ત કરનાર આગેવાનો મીનાબેન શાસ્ત્રી, જયશ્રીબેન જોશી તથા માલવ વ્યાસનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો.

નરોડા બ્રહ્મ સમાજ દ્વારા તમામ બ્રાહ્મણોને અપીલ કરવામાં આવી છે કે દર મહીનાની સુદ ત્રીજના દિવસે યોજાતી આ આરતીમાં જોડાઈને ધર્મ અને સમાજની એકતાને વધુ મજબૂત બનાવે. આવનારા સમયમાં પણ ભગવાન પરશુરામની આરતી વધુ ભવ્ય રીતે યોજાય અને સમાજના દરેક સભ્ય તેમાં સહભાગી બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ રીતે નરોડા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ આરતીનો કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતિક બની રહ્યો છે, જે સમાજના વિકાસ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ કરાયું

abplusnews

નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન માંથી દારૂ તથા રોકડ રકમ પકડાઈ

abplusnews

148મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પોલીસનું મેગા રિહર્સલ યોજાયું

abplusnews

Leave a Comment