AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓ પાછી ઠેલાશે!

ચૂંટણી
Share

ગુજરાતમાં મતદાર યાદી સંબંધિત એક મોટો વિવાદ ઉઠ્યો છે. 60 લાખથી વધુ શંકાસ્પદ અને ડુપ્લિકેટ મતદારો હોવાના આક્ષેપો વચ્ચે હવે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી રાજ્યમાં મતદાર યાદીનું સઘન પુનરાવર્તન (Special Intensive Revision – SIR) શરૂ થયું છે. આ પ્રક્રિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધી પૂર્ણ કરવાની યોજના છે, જેના કારણે પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે સુધી ટળવાની શક્યતા વધી છે.

બોગસ વોટિંગ અટકાવવા કવાયત

રાહુલ ગાંધીએ તાજેતરમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં શંકાસ્પદ મતદારોને લઈને પુરાવા રજૂ કર્યા હતા, જેના પગલે ડુપ્લિકેટ મતદારોનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો. આ સંદર્ભમાં કેન્દ્રીય ચૂંટણી પંચે બોગસ વોટિંગ રોકવા માટે દેશભરમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં પણ આજથી મતદાર યાદીનું પુનરાવર્તન શરૂ થયું છે.

હાલ રાજ્યમાં આશરે 5 કરોડ મતદારો નોંધાયેલા છે. પ્રથમ તબક્કામાં 50,963 બુથ લેવલ ઓફિસરો (BLOs) ઘર-ઘર જઈ મતદારોની ઓળખ ચકાસશે. આ અધિકારીઓ દરેક મતદારના ઓળખપત્ર, સરનામું અને પરિવારની માહિતી મેળવી સાચા અને શંકાસ્પદ મતદારો વચ્ચે તફાવત કરશે.

કોંગ્રેસના આક્ષેપ અને ચૂંટણી પંચની કાર્યવાહી

ગુજરાત કોંગ્રેસે 62 લાખ મતદારો શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કહેવા મુજબ, અનેક મતદારોના નામ બે અલગ અલગ સ્થળે નોંધાયેલા છે, જ્યારે કેટલાક મૃતકોના નામ હજુ યાદીમાં છે. હવે રાજ્ય ચૂંટણી પંચ આ સઘન ચકાસણી દ્વારા આવા નામોને દૂર કરશે.

સમયપત્રક મુજબ કાર્યવાહી

મતદાર યાદીની ચકાસણી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ 9 ડિસેમ્બરે હંગામી યાદી જાહેર કરવામાં આવશે, જેમાં કટાયેલી એન્ટ્રીઓ અંગે મતદારોને નોટિસ પાઠવવામાં આવશે. મતદારોને પુરાવા સાથે વાંધા રજૂ કરવાની તક મળશે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ 7 ફેબ્રુઆરી 2026એ અંતિમ મતદાર યાદી જાહેર થશે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી મોડું પડવાનું નિશ્ચિત

હાલ નવી જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ માટે વોર્ડ સીમાકનનું કામ પણ અધૂરું છે. આ સ્થિતિમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવી શક્ય નથી. સૂત્રો મુજબ, પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલ કે મે 2026માં યોજાય તેવી સંભાવના છે.

શું રહેશે અસર

મતદાર યાદીની આ સઘન ચકાસણી બાદ રાજ્યમાં મતદાન પ્રક્રિયા વધુ પારદર્શક બનવાની અપેક્ષા છે. ડુપ્લિકેટ અને મૃતક મતદારોના નામ દૂર થવાથી ચૂંટણીમાં બોગસ વોટિંગની શક્યતા ઘટશે. પરંતુ બીજી તરફ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આતુર દાવેદારોને હવે કેટલાક મહિના વધુ રાહ જોવી પડશે.

ચૂંટણી પંચના આ નિર્ણયને સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી માટેનો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે આગામી રાજકીય પરિસ્થિતિને પણ અસર કરશે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ કરાયું

abplusnews

70 વર્ષથી વધુ વડીલો માટે સરકારે શરૂ કર્યું “આયુષ્માન વય વંદના કાર્ડ” : 5 લાખ સુધી મફત સારવાર

abplusnews

ગુજરાત પોલીસનો ‘ SHASHTRA ’ પ્રોજેક્ટ :ચાર મહાનગરોમાં 25% ગુનાઓ

abplusnews

Leave a Comment