AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

પીસીબી ને લગાતાર દરોડાઓમાં મોટી સફળતા: 3201 બોટલ દારૂ જપ્ત

પીસીબી
Share

અમદાવાદમાં પોલીસે બુટલેગર વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં પીસીબી (પોલીસ કન્ટ્રોલ બ્રાન્ચ)ની ટીમે ચાર અલગ-અલગ દરોડાઓમાં 3201 બોટલ દારૂ જપ્ત કરી છે.

સરદારનગર: મકાનમાં દારૂનો મોટો જથ્થો જપ્ત
પીસીબીની ટીમે સરદારનગરના નોબલનગર વિસ્તારમાં દરોડો પાડી બુટલેગર શ્રવણ ઉર્ફે બલિયો ઠાકોર અને અશ્વિન ઠાકોરના મકાનમાંથી 1837 બોટલ દારૂ (કિંમત રૂ.2.52 લાખ) જપ્ત કર્યો. બાતમીના આધારે દરોડો પાડતા મકાન બંધ હતું, જેથી પોલીસે દરવાજો તોડી તપાસ કરી. બુટલેગરો ફરાર હોવાના કારણે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

pcb

વેજલપુર: ખાડો ખોદીને સંતાડેલા દારૂનો જથ્થો પકડાયો
વેજલપુરમાં બરફની ફેક્ટરી નજીક એક ઝૂંપડી પાછળના ખાડામાં છુપાવી રાખેલા 501 બોટલ દારૂ પીસીબી દ્વારા જપ્ત કરાયો. ઘટનાસ્થળે કોઈ હાજર ન હોવાથી પોલીસે સંડોવણી ધરાવનારા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

રામોલ અને બોડકદેવ: પાર્કિંગ અને સિક્યોરિટી કેબિનમાંથી દારૂ પકડાયો
પીસીબીની ટીમે બે દિવસ પહેલાં રામોલના ગંગા એપાર્ટમેન્ટની સિક્યોરિટી કેબિનમાંથી 510 બોટલ (રૂ.96,800) અને ઝાયડસ હોસ્પિટલ રોડ પરના એપાર્ટમેન્ટ પાર્કિંગમાં રહેલી કારમાંથી 362 બોટલ (રૂ.45,345) દારૂ જપ્ત કર્યો હતો.

આવી સતત દરોડાઓની ઝૂંબેશથી પોલીસ બુટલેગિંગને જડમૂળથી નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

 

વધુ સમાચાર વાંચો :

ગાંધીનગર માં બેફામ ગતિએ દોડતી ટ્રકોએ એક જ દિવસે બે નિર્દોષ જીવ લીધા

https://abplusnews.com/two-innocent-lives-in-a-single-day/

પારેવડા ગ્રુપ દ્વારા Ahmedabadના નિકોલ ખાતે રક્તદાન શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો | AB+NEWS

https://www.youtube.com/watch?v=3iqfTL41z2A


Share

Related posts

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ ની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

abplusnews

ગુજરાતમાં અનોખી બેવડી ઋતુ: ફેબ્રુઆરીમાં જ એપ્રિલ જેવો ઉકળાટ

abplusnews

ભારતએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું: અભિષેકે 79 રનની તોફાની ઇનિંગ રમી

abplusnews

Leave a Comment