ગુજરાત સરકાર દ્વારા GECMS -2025 નીતિ જાહેર – ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનવા દિશામાં મહત્વપૂર્ણ પગલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન રાજ્ય તરીકે ઓળખાય છે. આ છબીને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે “ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025” (GECMS -2025) જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવાનો છે, જેનાથી રાજ્યમાં ₹35,000 કરોડથી વધુનું રોકાણ અને ઉચ્ચ કૌશલ્યયુક્ત રોજગારીનું સર્જન થવાનું અનુમાન છે.
GECMS -2025 મુખ્ય લાક્ષણિકતાઓ:
GECMS -2025, ભારત સરકારની ECMS સ્કીમ સાથે સુસંગત છે અને MeitY દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી દ્રિશ્યમાન બેવડા ઇન્સેન્ટિવ મળશે. રાજ્ય સરકાર ECMS હેઠળના પ્રોજેક્ટ્સને કેન્દ્ર સહાય મળ્યા બાદ 30 દિવસમાં ટોપઅપ સહાય ચુકવશે. આ નીતિ ટર્નઓવર લિંક્ડ પ્રોત્સાહન 6 વર્ષ સુધી માટે આપે છે.
આયાત નિર્ભરતા ઘટાડવાનું લક્ષ્ય:
રાજ્યમાં કાર્યરત સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ અને મજબૂત ઔદ્યોગિક માળખાને ધ્યાને લઇ, GECMS -2025નું અમલ અપસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકાસ લાવશે. લિથિયમ આયન સેલ, મલ્ટીલેયર PCB, કેમેરા મોડ્યુલ્સ અને એસ.એમ.ડી. કમ્પોનન્ટ્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે આકર્ષણ વધશે, જે ટેકનોલોજીકલ રેઝિલિયન્સમાં વધારો કરશે.
ઇનોવેશન અને R&Dને પ્રોત્સાહન:
પોલિસી હેઠળ R&D, સેન્ટર ઓફ એક્સલન્સ અને ફિનિશિંગ સ્કૂલ્સ માટે ₹12.5 કરોડ સુધીની સહાયનું પ્રાવધાન છે, જેથી રાજ્યમાં ટેલેન્ટ ગેપ દૂર થઈ શકે.
GECMS -2025 નીતિ ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના વૈશ્વિક નકશા પર વધુ મજબૂતી આપે તેવો વિશ્વાસ છે.
પોલિસીના મુખ્ય હેતુઓ અને પાત્રતા હેતુઓ:
- ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદન દ્વારા વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું.
- લોકલ કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી, ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ (GVCs)માં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવો.
પાત્રતા:
- ભારત સરકારની ગાઈડલાઈન મુજબ, આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા.31 જુલાઈ 2025 સુધીમાં કરવાની રહેશે.
- કેન્દ્ર સરકારના MeitY દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે.
- ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.
પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્ઝ):
- ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28 હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નવી નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે. આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28નો લાભ મળશે નહીં.
- પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે.
- ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.
ઇન્સેન્ટિવ વિતરણ:
- ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર 30 કાર્ય દિવસમાં સહાય ચૂકવશે.
પોલિસીનો સમયગાળો અને અમલીકરણ:
- રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે.
- ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
