AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા: મહત્વપૂર્ણ માર્ગદર્શિકા & નિયમો

ગુજરાત બોર્ડ
Share

ગુજરાત બોર્ડ એ પરીક્ષાની ગાઇડલાઈન જાહેર કરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં રાજ્યભરમાંથી 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહેશે. સફળ અને સુનિશ્ચિત પરીક્ષા પ્રક્રિયા માટે બોર્ડે વિશિષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે.

ગુજરાત બોર્ડ પ્રવેશપત્ર અને પરીક્ષા સ્થળ

  • પરીક્ષાર્થીઓએ પ્રવેશપત્રમાં દર્શાવેલ વિષય, તારીખ, સમય અને પરીક્ષા સ્થળની વિગતપૂર્વક જાણકારી મેળવી લેવી જોઈએ.
  • પરીક્ષા સ્થળ અને નિવાસસ્થાન વચ્ચેના અંતરની ગણતરી કરી સમયસર પહોંચવાની યોજના બનાવવી.
  • પરીક્ષા શરૂ થવાના સમયથી ઓછામાં ઓછું અડધો કલાક પહેલાં હાજર રહેવું આવશ્યક છે.
  • પ્રથમ દિવસે 30 મિનિટ પૂર્વે અને બાકીના દિવસોમાં 20 મિનિટ પૂર્વે પહોંચી જવું.
  • પરીક્ષાના અગાઉના દિવસે 2:30 PM થી 5:00 PM દરમિયાન પરીક્ષા સ્થળની મુલાકાત લઈ પરીક્ષાખંડ જોઈ શકાય છે, પરંતુ પ્રવેશ મળશે નહીં.

વિશિષ્ટ સમય પત્રક:

ધોરણ-10 (S.S.C.E.):

  • વોકેશનલ કોર્સ સિવાયના પ્રશ્નપત્રો: 80 ગુણ, 10:00 AM થી 1:15 PM સુધી.
  • વોકેશનલ કોર્સના પ્રશ્નપત્રો: 30 ગુણ, 10:00 AM થી 11:15 AM સુધી.

ધોરણ-12 (H.S.C.E.):

  • સામાન્ય, ઉચ્ચતર ઉતર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહ: 100 ગુણના પ્રશ્નપત્ર માટે 3:00 PM થી 6:15 PM સુધી.
  • સંગીત (સૈદ્ધાંતિક) વિષય: 3:00 PM થી 5:15 PM.
  • કમ્પ્યૂટર અભ્યાસ (OMR પદ્ધતિ): 3:00 PM થી 5:15 PM.
  • વોકેશનલ કોર્ષ: 3:00 PM થી 4:15 PM.

વિજ્ઞાન પ્રવાહ માટે:

  • PART-A (OMR પદ્ધતિ): 50 ગુણ, 60 મિનિટનો સમયગાળો.
  • PART-B (વર્ણનાત્મક): 4:30 PM થી 6:30 PM.

શું કરવું:

  • પ્રવેશપત્ર અને ઓળખપત્ર સાથે રાખવું.
  • મુસાફરીની અગાઉથી યોજના બનાવી સમયસર પહોંચી જવું.
  • OMR પત્ર માટે કાળી શાહીવાળી બૉલપેનનો ઉપયોગ કરવો.

શું ન કરવું:

  • કોઈપણ પ્રકારના સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો (મોબાઈલ, સ્માર્ટ વૉચ), કેલ્ક્યુલેટર (ધોરણ-10 માટે) વગેરે ન લાવશો.
  • PART-A માટે કાળી શાહી સિવાય અન્ય પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરવો.
  • બૂટ-મોજાં પહેરીને આવ્યા હોય તો તેને બહાર જ રાખવા પડશે.

ગુજરાત બોર્ડ દ્વારા વિશેષ સૂચનાઓ:

  • ધોરણ-12ના વિદ્યાર્થીઓ સાદુ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે, પરંતુ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પર પ્રતિબંધ છે.
  • પ્રવેશપત્રમાં આપેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

વધુ સમાચાર વાંચો :

ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત: હાલના મીટર સમાન કામગીરી – ઊર્જામંત્રી

https://abplusnews.com/smart-meters-mandatory-in-gujarat/

https://www.youtube.com/watch?v=HeHokLeVae4


Share

Related posts

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરમિયાન મોટી દુર્ઘટના: વિશાળ ક્રેન પડી

abplusnews

AMC નું 14,001 કરોડનું બજેટ: 36 થીમ આધારિત રોડ વિકાસની યોજના

abplusnews

ATSની રેડ :ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ

abplusnews

Leave a Comment