21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં માતૃભાષા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી માધ્યમ પ્રત્યે વિદ્યાર્થી અને તેમના માતાપિતામાં વધતી રૂચિ Gujarati માધ્યમ માટે પડકારરૂપ બની છે.
ગુજરાતી માધ્યમમાં ઘટાડો, અંગ્રેજી માધ્યમમાં વધારો
ગુજરાત બોર્ડના આંકડા મુજબ, વર્ષ 2014માં ધોરણ 10માં ગુજરાતી માધ્યમના 9,75,892 વિદ્યાર્થી હતા, જે 2024માં ઘટીને 5,90,264 થયા છે. 2014માં અંગ્રેજી માધ્યમમાં 48,351 વિદ્યાર્થી હતા, જે 2024માં વધીને 94,020 પર પહોંચ્યા છે. આ આંકડા સાબિત કરે છે કે ગુજરાત બોર્ડમાં અંગ્રેજી માધ્યમનો દબદબો સતત વધી રહ્યો છે.
પરીણામમાં વૃદ્ધિ છતાં વિદ્યાર્થી ઘટ્યા
પાછલા પાંચ વર્ષોમાં ગુજરાતી માધ્યમમાં 1.12 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતાં, પરિણામમાં 23% સુધારો નોંધાયો છે. 2024માં ગુજરાતી માધ્યમનું પરિણામ 81.17% હતું, જ્યારે અંગ્રેજી માધ્યમમાં પરિણામ 92.50% રહ્યું હતું.
ભવિષ્ય માટે પડકાર
માતૃભાષા પ્રત્યેનો આ ઘટાડો ભવિષ્યમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે પડકારરૂપ બની શકે છે. આ પરિપ્રેક્ષ્યમાં માતૃભાષાના મહત્વને સમજાવવું અને ગુજરાતી માધ્યમ માટે મજબૂત નીતિઓ અમલમાં લાવવી મહત્વપૂર્ણ છે.
માતૃભાષા દિનના અવસરે, માતૃભાષાના સંગ્રક્ષણ અને પ્રમોશન માટે બધા સ્તરે પ્રયાસો કરવાની જરૂરીયાત છે. જો હવે પ્રયાસ ન કરાય તો આવનારા વર્ષોમાં આ ઘટતી સંખ્યા ગુજરાતી ભાષા માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે.
પાંચ વર્ષમાં અંગ્રેજી માધ્યમમાં છાત્રો અને પરિણામ | ||||
વર્ષ | ગુજરાતીના છાત્ર | પરિણામ | અંગ્રેજીના છાત્ર | પરિણામ |
2024 | 5,90,264 | 81.17% | 94,020 | 92.50% |
2023 | 6,31,521 | 62.11% | 89,066 | 81.90% |
2022 | 6,73,162 | 3,13% | 87,136 | 81.50% |
2021 | માસ પ્રમોશન | માસ પ્રમોશન | માસ પ્રમોશન | માસ પ્રમોશન |
2020 | 7,02,598 | 57.54% | 77,388 | 86.75% |
પાંચ વર્ષમાં ગુજરાતી વિષયનું પરિણામ 92% | ||||
વર્ષ | ભાષાના છાત્ર | પાસ | નાપાસ | પરિણામ |
2024 | 5,83,718 | 5,37,540 | 46,178 | 92.09% |
2023 | 6,25,290 | 5,29,004 | 96,286 | 84.60% |
2022 | 6,64,553 | 5,45,930 | 1,18,623 | 82.15% |
2021 | માસ પ્રમોશન | માસ પ્રમોશન | માસ પ્રમોશન | માસ પ્રમોશન |
2020 | 6,91,693 | 5,91,345 | 1,00,348 | 85.49% |