AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

Specta Chasers બન્યા ચેમ્પિયન: WPL 2025માં મહિલા શક્તિનો વિજય

WPL
Share

અગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર અમદાવાદ દ્વારા મહિલા સશક્તિકરણ અને જાતિ સમાનતાને ઉત્તેજન આપવા માટે “વુમન્સ પ્રીમિયર લીગ ( WPL )  – 2025” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ 23 મી મે 2025 ના શુક્રવારથી 26 મી મે 2025 ના રવિવાર સુધી ચાલ્યું હતું.

પ્રારંભિક તબક્કે, 23મી મે ના રોજ ગ્રુપ સ્ટેજની મેચો રમાઈ હતી, જેમાં મહિલા ઓની છ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ 25મી અને 26મી મેના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મુકાબલા યોજાયા હતા. આ સ્પર્ધાની વિનર ટીમ Specta Chasers રહી હતી, જેણે પોતાની શાનદાર રમત દ્વારા ટૂર્નામેન્ટનો તાજ જીતી લીધો હતો.

WPL ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ માત્ર ખેલપ્રતિસ્પર્ધા સુધી સીમિત ન રહ્યો, પરંતુ ક્રિકેટ જે રમતને ઘણીવાર પુરુષો સાથે જોડવામાં આવે છે, તેમાં મહિલાઓ પણ સમર્થ રીતે ભાગ લઈ શકે છે તે સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ પણ દર્શાવાયું કે રમતગમત જેવા ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે અને અવસર આપવામાં આવે તો દેશનું ગૌરવ બની શકે છે.

WPL ટૂર્નામેન્ટની વિશિષ્ટતા એ રહી કે સમગ્ર આયોજન, વ્યવસ્થાપન, કોચિંગ અને મેદાન પરના તમામ કામગીરી સ્વયંસેવકો દ્વારા સંચાલિત કરવામાં આવી. આ કાર્યમાં યુવાન તેમજ વરિષ્ઠ સ્વયંસેવકોની મહત્વની ભૂમિકા રહી. ખાસ કરીને મહિલાઓએ સ્વયંસેવક તરીકે આગળ આવી ને આયોજનની તમામ જવાબદારીઓ નિભાવી અને સમાજમાં ચાલતી જાતિ સમાનતા વિષયક માનસિકતા બદલવા માટે પોતાનું યોગદાન આપ્યું.

આ પ્રવૃત્તિથી ન માત્ર રમતને લઈ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો, પણ સમાજમાં મહિલા શક્તિ વિશેની ધારણા બદલાવવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું.

આ પ્રકારના ઇવેન્ટ્સ મહિલાઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જ્યાં તેઓ પોતાની છુપાયેલી ક્ષમતા દર્શાવી શકે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે.

અગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર અમદાવાદનો આ પ્રયત્ન અન્ય સંગઠનો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

મહા કુંભમાં નાસભાગ: મૌની અમાસના શાહી સ્નાનમાં ભયંકર હાહાકાર

abplusnews

ડમ્પર ચાલકોની બેદરકારી યથાવત: નવા નરોડામાં મહિલા મોતને ભેટી

abplusnews

ટ્રમ્પે ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ ની દેશનિકાલ શરૂ કરી

abplusnews

Leave a Comment