AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ભાજપ ના ‘સંકલ્પથી સિદ્ધિ’ કાર્યક્રમો: લોકો સુધી પહોંચશે 11 વર્ષની સિદ્ધિગાથા

ભાજપ
Share

અમદાવાદના કમલમ કાર્યાલય ખાતે આજે ભાજપ ગુજરાત પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં ‘સંકલ્પથી સિદ્ધિ’ અભિયાન અંતર્ગત વિશાળ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યક્રમનું માર્ગદર્શન ભાજપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલએ આપ્યું હતું. તેમણે આગામી મહિનાઓ માટેના રાજકીય તેમજ સેવાકીય કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી, જેમાં જનસંપર્ક અને જનજાગૃતિ માટેના વિવિધ આયોજનોનો સમાવેશ થાય છે.

અભિયાનના ઇન્ચાર્જ હિતેષ પટેલે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં NDA સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ અવસરે કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિકાસાત્મક કાર્યની માહિતી જનસામાન્ય સુધી પહોંચાડવા માટે વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે. 8 જૂને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા સમગ્ર દેશમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે પ્રેસ કોન્ફરન્સનું સંચાલન કરશે. ત્યારબાદ 9-10 જૂન દરમિયાન ગુજરાતમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સંવાદ કરશે.

આગામી કાર્યક્રમોની રૂપરેખા:

  • પ્રોફેશન મીટ (9-10 જૂન): વિવિધ વ્યવસાય ક્ષેત્રના નોન-પોલિટિકલ પ્રતિનિધિઓને સરકારના વિકાસકામની માહિતી આપવામાં આવશે.

  • વિકસિત ભારત સંકલ્પ સભાઓ (12-21 જૂન): મંડળ તથા તાલુકા કક્ષાએ સભાઓ યોજી વિકાસ યાત્રાની માહિતી આપવામાં આવશે.

  • ખાટલા બેઠક (16-21 જૂન): ગ્રામ્ય વિસ્તારોમાં લોકલ મંચે લોકો સાથે સીધો સંવાદ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.

  • વય વંદના યોજના: 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની ઓળખ કરી તેમની માટે ખાસ સેવાઓ માટે કાર્યકર્તાઓ નોંધણી કરશે.

  • વૃક્ષા રોપણ અભિયાન (5 જૂનથી ઓગસ્ટ): વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થતાં આ અભિયાન હેઠળ દરેક કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરાશે.

  • કેચ ધ રેઇન અભિયાન: જળ સંરક્ષણ માટેનો વિશિષ્ટ અભિયાન જે જનભાગીદારી આધારિત રહેશે અને કેચ ધ રેઇન યોજનાનું પ્રચાર-પ્રસાર થશે.

આ ઉપરાંત, 23 જૂનના રોજ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે સેવાકીય કાર્ય યોજાશે. 25 જૂનના રોજ ભાજપ કાર્યકર્તાઓ યુવાનોને સંબોધીને તેમનાં વચ્ચે કોંગ્રેસ શાસનમાં સંવિધાનની ઉલ્લંઘન અંગેની માહિતી રજૂ કરશે.

આ સમગ્ર અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના 11 વર્ષના વિકાસમય કાર્યકાળની લોકો સુધી સાચી અને સંપૂર્ણ માહિતી પહોંચાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. સેવાકીય, પર્યાવરણ અને સંવાદ આધારિત કાર્યક્રમો દ્વારા ભાજપ એક સભ્યશક્તિશાળી, વિકાસશીલ અને જવાબદાર રાજકીય સંસ્થા તરીકે પોતાની ભૂમિકા નિભાવશે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

વર્ષ 2025માં શનિ ગોચર: જાણો કઈ રાશિ પર લાગશે શનિની સાડાસાતી અને ઢૈય્યા

abplusnews

સવારમાં ઠંડક, બપોરે કાળઝાળ ગરમી : ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ

abplusnews

નરોડામાં મહંતની આપઘાતથી ભારે ચકચાર, મંદિર તોડવાના દબાણનો આક્ષેપ

abplusnews

Leave a Comment