AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

કુબેરનગરમાં ભેળસેળનો પર્દાફાશ : 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું

કુબેરનગરમાં
Share

અમદાવાદના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર જપ્ત કરવામાં આવ્યું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે દરોડા પાડીને રૂ.3.15 લાખના પનીરનો જથ્થો કબજે કર્યો અને ત્રણ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલ્યા.

દ્રષ્ટિએ ખાદ્ય પદાર્થ માટે અનફિટ જણાતા આ પનીર બનાવવામાં પામોલિન ઓઇલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, જે આરોગ્ય માટે જોખમી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આ ડેરીમાંથી છૂટક વેપારીઓ પનીર ખરીદી ગ્રાહકોને વેચતા હતા.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસમાં ખુલાસો કર્યો કે કુબેરનગરમાં દ્વારકેશ ડેરી પાસે લાઇસન્સ હોવા છતાં, મોટા પાયે ભેળસેળ કરી રાહતથી પનીર વેચાય રહ્યું હતું. પેઢીના સંચાલક જિજ્ઞેશ બારોટની ઉપસ્થિતિમાં પનીર અને ભેળસેળમાં વપરાતા પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં પનીર ખાવાલાયક ન હોવાનું જાણવા મળ્યું છે.

હાલ, પનીર ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે અને રિપોર્ટ આવતાં કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. ભેળસેળ અટકાવવા કડક કાયદાની જરૂર છે, નહીં તો આવા કિસ્સાઓમાં વેપારીઓ સરળતાથી છટકી જાય છે.

 

વધુ સમાચાર વાંચો :

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ: સિરિયલ કિલર નો અંત

https://abplusnews.com/the-end-of-a-serial-killer/

https://www.youtube.com/watch?v=4mGfxDIlk8c


Share

Related posts

દાણીલીમડા માં રાંધણ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર કૌભાંડ : બે ઝડપાયેલા

abplusnews

SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ, મોટી દુર્ઘટના ટળી

abplusnews

નરોડા કોલેજમાં ઇન્ટર ક્લાસ ખો-ખો સ્પર્ધાનું ભવ્ય આયોજન, 190 ખેલાડીઓએ આપ્યો ઉત્સાહી પ્રતિભાવ

abplusnews

Leave a Comment