AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

AMC નું 14,001 કરોડનું બજેટ: 36 થીમ આધારિત રોડ વિકાસની યોજના

AMC
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કમિશનર એમ. થેન્નારેસને 2025-26 માટે રૂ. 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કર્યું. આ બજેટમાં મિલકત વેરા સિવાય કોઈ ટેક્સમાં વધારો નથી.

ટ્રાફિક સમસ્યા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

  • 36 પ્રિસેન્ટ સ્ટ્રીટ અલગ થીમ પર 331 કરોડના ખર્ચે વિકસાશે.
  • નારોલ-નરોડા 14 કિમી રોડને 140 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવશે.
  • 1,200 કરોડ ફાળવવામાં આવ્યા નવા રોડ-રસ્તા અને રિસર્ફેસ માટે.

AMC ના મહિલાઓ માટે વિશેષ પગલાં

  • દરેક વોર્ડ લેવલે SHE LOUNGE બનાવાશે.
  • દરેક ઝોનમાં જિમ અને સ્વિમિંગ પૂલ બનાવાશે.
  • 40+ વર્ષની મહિલાઓ માટે મેમોગ્રાફી ટેસ્ટ SVP હોસ્પિટલમાં ઉપલબ્ધ.

ઓલિમ્પિક 2036 અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  • 15 નવા પ્લેગ્રાઉન્ડ, 8 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઓપન એથ્લેટિક ટ્રેક સાથે ઓપન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે.
  • ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, એથ્લેટિક ટ્રેક જેવા ખેલ માટે સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

સિટી ટૂરિઝમને પ્રોત્સાહન

  • ખાસ સિટી ટૂરિઝમ સેલ ઊભું કરાશે.
  • અમદાવાદના હેરિટેજ અને ટૂરિસ્ટ સ્થળોને વધુ પ્રચાર મળશે.

આ બજેટ અમદાવાદને ટૂંક સમયમાં સ્માર્ટ અને સાક્ષાત વિકાસશીલ શહેર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

 

વધુ સમાચાર વાંચો :

ગટર દુર્ઘટનામાં બાળક લાપતા: સુરત પાલિકાની બેદરકારી સામે આક્રોશ

https://abplusnews.com/child-missing-in-sewer-accident/

https://www.youtube.com/watch?v=uyEdh5w6bcg


Share

Related posts

કોંગ્રેસ એકલા હાથે લડે તેવી તજવીજ, મહાપાલિકામાં ત્રિપાંખીયું જંગ નિશ્ચિત

abplusnews

અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરી પકડાઈ, રૂ. 1.52 કરોડનું સોનું જપ્ત

abplusnews

નરોડા જીઆઈડીસીમાં તીનપત્તી જુગાર રમતા 9ની ધરપકડ, મુદામાલ કબજે

abplusnews

Leave a Comment