AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

LCB એ રીઢા વાહન ચોરને ઝડપી લીધો, 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

LCB એ રીઢા વાહન ચોરને ઝડપી લીધો, 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત
Share

ગાંધીનગર LCB એ મહેસાણાના નંદાસણના રહેવાસી અને રીઢા વાહન ચોર પ્રકાશ ઉર્ફે પકો વિનુભાઈ દંતાણીને ઝડપી લીધો છે. આરોપી છેલ્લા એક વર્ષથી સરગાસણ અને ઘ-0 બ્રિજ નીચે સહિતના વિસ્તારોમાંથી વાહન ચોરી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 24 વાહનો અને 20 ડુપ્લીકેટ આર.સી બુક સહિત કુલ રૂ. 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સેક્ટર-7, અડાલજ, પેથાપુર, સેક્ટર-21 અને મહેસાણામાંથી કુલ 30 વાહનો ચોર્યાની કબૂલાત કરી છે. આ કેસ ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ ડી.બી. વાળાની ટીમે ઉકેલ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને સરગાસણ ચોકડી પરથી ઝડપી લેવાયો હતો.

આરોપી માસ્ટર ચાવીથી વાહનોનો લોક ખોલી ઇલેક્ટ્રિક વાયરને ડાયરેક્ટ કરી વાહન ચોરી કરતો. ચોરી પછી અસલ નંબર પ્લેટ ફેંકી દેતા અને અન્ય વાહનોની નંબર પ્લેટના ફોટા પાડી, નકલી આર.સી બુક બનાવી નવા નંબર મેળવતો. આ વાહનોને તે તેના ઓળખીતાઓને સસ્તા ભાવે વેચી દેવાતો.

LCB એ હાલમાં 24 વાહનો રિકવર થયા છે અને 30 ગુનાઓનો ભેદ ઉકેલી રૂ. 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.

વધુ સમાચાર વાંચો :
સુરત જિલ્લામાં યાર્ન ફેક્ટરીમાં ભીષણ આગ, 40 કામદારો સલામત
https://abplusnews.com/massive-fire-breaks-out-in-yarn-factory/
https://www.youtube.com/watch?v=-d1UdkPLxnI

Share

Related posts

અમદાવાદના 13 વોર્ડમાં ગ્રીન કવર ઘટ્યું, મ્યુનિ. દાવા સામે પડકાર

abplusnews

નરોડા કોલેજ ખાતે એન્ટી રેગિંગ કાયદા અંગે જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન

abplusnews

Ahmedabad Shopping Festival 2025–26: ખરીદી પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ, 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 હોટસ્પોટ ઝોન બનાવાયા

abplusnews

Leave a Comment