AB Plus News
BREAKING NEWS
તાજા સમાચારધર્મ દર્શન

મહાકુંભ : મહાશિવરાત્રીના અંતિમ પવિત્ર સ્નાન સાથે મહાકુંભનો સમાપન

મહાકુંભ
Share

પ્રયાગરાજમાં મહાકુંભ નું સમાપન મહાશિવરાત્રીના અંતિમ પવિત્ર સ્નાન સાથે બુધવારે થવાનું છે. લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, અને મંગળવારની મધરાતથી જ સ્નાનનો આરંભ થયો છે. ભીડને નિયંત્રિત કરવા માટે પ્રયાગરાજને “નો-વિહિકલ ઝોન” જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે મેળાના વિસ્તારની અંદર વાહનોને પ્રવેશની મનાઈ છે.

ભારે ભીડ અને કડક સુરક્ષા વ્યવસ્થા
અંતિમ શાહી સ્નાન માટે ભારે ભીડની અપેક્ષાને કારણે પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી છે. ઇમર્જન્સી બેઠક બોલાવીને ટોચના અધિકારીઓએ સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.

શ્રદ્ધાળુઓનો ઉમટતો દરિયો અને અનોખા રેકોર્ડ્સ
અંતિમ દિવસે, પ્રયાગરાજના તમામ શિવ મંદિરોએ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં મહાકુંભ માં કુલ 65 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યુ છે. સાફ-સફાઈ માટે 15,000 સેનિટેશન વર્કર્સની નિમણૂક સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા લાયક વિક્રમ પણ સ્થાપિત થયો છે, જેનું પરિણામ 27 ફેબ્રુઆરીએ જાહેર થશે.

અગામી મહાકુંભ માટે રાહ જોવાઈ રહી છે
દર 12 વર્ષે આયોજિત પ્રયાગરાજ મહાકુંભ નું આવનારું આયોજન હવે 12 વર્ષ બાદ થશે, જેની રાહ શ્રદ્ધાળુઓ ઉત્તેજનાપૂર્વક જોઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચો :
AAP માટે વિવાદભર્યુ બજેટ સત્ર: લેટ ફી માફી વિવાદમાં કોંગ્રેસ-ભાજપ ટકરાવ
https://abplusnews.com/controversial-budget-session-for-aap/
https://www.youtube.com/watch?v=bwyyKcsqyyA

Share

Related posts

નરોડા કૉલેજમાં ‘રિમેમ્બરીંગ ટાગોર’ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ

abplusnews

વિજય રૂપાણીના નિધન પછી તેમનો પરિવાર અમદાવાદ પહોંચી ગયો

abplusnews

અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરી પકડાઈ, રૂ. 1.52 કરોડનું સોનું જપ્ત

abplusnews

Leave a Comment