AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નવા રૂપરંગ સાથે કાંકરિયા બાલવાટિકા પુનઃશરૂ: જાણો એન્ટ્રી ફી અને રાઈડ્સની કિંમત

બાલવાટિકા
Share

અમદાવાદ શહેરના હૃદયસ્થળે આવેલા કાંકરિયા લેકફ્રન્ટમાં આવેલી બાલવાટિકા હવે એક નવા રૂપમાં મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ માહિતી આપી હતી કે બાલવાટિકાનું રિડેવલપમેન્ટ પીપીપી મોડલ હેઠળ રૂ.22 કરોડના ખર્ચે ‘સુપર એમ્યુઝમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું છે. નવી બાલવાટિકા મે ના પ્રથમ પખવાડિયામાં જનતા માટે ખુલ્લી મુકાશે.

બાલવાટિકા ની નવી અને ખાસ એક્ટિવિટીઝ

નવનવી ટેક્નોલોજીથી સજ્જ બાલવાટિકા રાજ્યમાં પહેલી વખત આવી મોડર્ન એક્ટિવિટીઝ લઈને આવી છે. કુલ 22 પ્રકારની રાઈડ્સ અને એક્ટિવિટીઝ છે જેમાંથી 6 એક્ટિવિટીઝ – કાચઘર, શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન, ગ્લો સ્ટેશન અને એક વિઝ્યુઅલ ડોમ – એન્ટ્રી ફી સાથે ફ્રી રાખવામાં આવી છે. અન્ય તમામ રાઈડ્સ માટે અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે.

એન્ટ્રી ફી અને રાઈડ્સ ચાર્જ

બાલવાટિકા ની સામાન્ય એન્ટ્રી ફી રૂ.50 નક્કી કરવામાં આવી છે, જે તમામ ઉંમરના લોકો માટે સમાન રહેશે. રાઈડ્સ માટેની ફી નીચે મુજબ છે:

  • રૂ.60: ડાયનાસોર, હરણ ટ્રેન, હેપી રિંગ, એક્સ વોરિયર

  • રૂ.70: રોયલ રાઈડ્સ, રોબોટ, જમ્પિંગ એડવેન્ચર, ભૂલભૂલૈયા, ગો કાર્ટ, લેઝી રિવર

  • રૂ.80: વીઆર ઝોન, મિરર મેઈઝ, એડવેન્ચર રાઈડ

  • રૂ.100: ડાયનાસોર-બટરફ્લાય પાર્ક

  • રૂ.130: વેક્સ મ્યુઝિયમ

  • રૂ.150: ઈલ્યુઝન હાઉસ, મડ બાઈક

  • રૂ.200: ફ્લાઈંગ થિયેટર

  • રૂ.450: સ્નોપાર્ક (સૌથી મોંઘી એક્ટિવિટી)

જો ચાર સભ્યોનો એક સામાન્ય પરિવાર બાલવાટિકા માં પ્રવેશ કરે અને દરેક એક્ટિવિટીનો અનુભવ કરે, તો અંદાજે રૂ.9000 કરતાં વધુ ખર્ચ થાય છે. તેથી આ સ્થાન મોંઘું હોવા છતાં ભવ્ય અનુભવ માટે તૈયાર છે.

આવકનો અંદાજ

પાછલા મોડલ હેઠળ બાલવાટિકા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષે રૂ.10 લાખની આવક થતી હતી, જ્યારે હવે નવા ફોર્મેટ હેઠળ રૂ.40 લાખની આવક થવાની શક્યતા છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ગુજરાતમાં 11 વર્ષમાં સૌથી વધુ વરસાદ : ડેમોમાં પણ 48%થી વધુ જળસંગ્રહ

abplusnews

અકાશા એરલાઈન નું વ્યવસ્થાપન નિષ્ફળ? ટેકનિકલ ખામી અને યાત્રીઓનો ગુસ્સો

abplusnews

કણભા માં દારૂનો ગેરકાયદેસર કારોબાર પકડી પડાયો, રૂ. 67.69 લાખની દારૂ જપ્ત

abplusnews

Leave a Comment