AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

હવામાન પલટાયું: અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠામાં વરસ્યા ઝાપટા

Share

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ અને કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 4 મે, રવિવારે વહેલી સવારથી જ અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ જોવા મળ્યો છે.

અમદાવાદના વાડજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, દૂધેશ્વર, સીધું ભવન રોડ અને નિર્ણયનગર જેવા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો. જ્યારે અરવલ્લી જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ અને ભિલોડા પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો.

મહેસાણા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાતે વરસાદ થયો હતો. વડનગરમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. મહિસાગર જિલ્લામાં વહેલી સવારથીજ કમોસમી વરસાદ શરૂ થયો છે. ખાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદી ઝાપટાઓના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

બનાસકાંઠા હવામાન માં પણ પવન સાથે ભારે વરસાદ થયો હતો. પાલનપુર અને વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિની પણ માહિતી મળી છે. ડીસા, લાખાણી અને દાંતીવાડા પંથકમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

હવામાન વિભાગના અનુમાન મુજબ આ પ્રકારની પરિસ્થિતિ 8 મે સુધી ચાલુ રહી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ તેમના પાકો માટે ભારે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં કેસી, જુવાર, બાજરી તેમજ ઘાસચારા જેવા પાક ખેતરમાં ઉભા હોવાથી વરસાદથી નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે. આ વરસાદે ગરમીમાંથી રાહત આપી છે અને હવામાન માં ઠંડક પ્રસરી છે, જેને કારણે સામાન્ય લોકો થોડો આરામ અનુભવાઈ રહ્યો છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

શહેરના તળાવો બચાવવા AMCનું આયોજન: 145 તળાવો ઇન્ટરલિંક થશે

abplusnews

વકફ સુધારા બિલ 2025 સંસદમાં પાસ, PM મોદીએ કહ્યું – ઐતિહાસિક ક્ષણ

abplusnews

સુરતમાં માસૂમ બાળકીની હત્યા: 13 વર્ષના કિશોરની ધરપકડ

abplusnews

Leave a Comment