AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

યુદ્ધવિરામ પછી પણ ચાલુ છે સાઇબર યુદ્ધ , ફેક ન્યૂઝ વિરુદ્ધ કડક કાર્યવાહી

સાઇબર
Share

મહારાષ્ટ્ર સાઇબર સેલના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે ભલે પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હોય અને સરહદો પર શાંતિ જોવા મળી હોય, તથાપિ પાકિસ્તાન, બાંગ્લાદેશ, મધ્ય પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશો તરફથી ભારત સરકારની વેબસાઈટો પર સાઇબર હુમલાઓ હજુ પણ ચાલુ જ છે.

માહિતી મુજબ, 22 એપ્રિલે પહલગામ ખાતે થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં દેશમાં 1.5 કરોડથી વધુ સાઇબર હુમલાઓ નોંધાયા હતા, જેમાંથી માત્ર 150 હુમલાઓ સફળ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રને સંબોધિત કરીને આતંકવાદ વિરુદ્ધ કડક સંદેશ આપ્યો હતો અને ભારતની આંતરિક સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુંબઈ એરપોર્ટ હેકનો દાવો ખોટો સાબિત થયો

સોમવારે પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્ર સાઇબર સેલના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડેટાની ચોરી, ઉડ્ડયન તેમજ મહાપાલિકા સિસ્ટમોમાં ઘુસણખોરી અને ચૂંટણી પંચની વેબસાઈટને નિશાન બનાવવાનો દાવો ખોટો અને અસ્થિર છે. તપાસમાં આવા દાવા માટે કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા નથી.

ફેક ન્યૂઝ સામે ઝુંબેશ: નેશન ફર્સ્ટ, ફેક્ટ ફર્સ્ટ અભિયાન

મહારાષ્ટ્ર Cyber Cell ‘નેશન ફર્સ્ટ, ફેક્ટ ફર્સ્ટ’ ઝુંબેશ હેઠળ ફેક ન્યૂઝ સામે કાર્યવાહીની આગેવાની લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 83 ખોટી માહિતી સાથેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઓળખવામાં આવી છે, જેમાંથી 38 પોસ્ટ્સ તાત્કાલિક હટાવવામાં આવી છે. આ ઝુંબેશ ખાસ કરીને ભારતીય સશસ્ત્ર બળો અને કેન્દ્ર સરકાર સામે ખોટી માહિતી ફેલાવનારા તત્વો સામે છે.

સાઇબર છેતરપિંડી રોકવા હેલ્પલાઇન: 1930 અને 1945

મહારાષ્ટ્ર Cyber Cell નાગરિકોને સાઇબર છેતરપિંડીથી બચાવવા માટે 1930 અને 1945 નંબર પર હેલ્પલાઇન શરૂ કરી છે. જો કોઈ શંકાસ્પદ કોલ કે ઓનલાઇન ધોકાધડી થાય તો નાગરિકો તરત સહાય માટે સંપર્ક કરી શકે છે. હાલ દરરોજ આશરે 7,000 જેટલા કોલ્સ આવી રહ્યા છે. આ હેલ્પલાઇન અને ઝડપથી પગલાં લઈ સરકારે 2019થી અત્યાર સુધીમાં રૂ. 600 કરોડથી વધુ રકમ બચાવી છે, જેમાંથી માત્ર છેલ્લા છ મહિનામાં રૂ. 200 કરોડ બચાવાયા છે.

સાઇબર ગુલામગીરીમાંથી છટકાવ: લાઓસ અને દક્ષિણપૂર્વ એશિયા માટે ચિંતા

મહારાષ્ટ્ર સાઇબર સેલે લાઓસમાં Cyber ગુલામગીરીમાં ફસાયેલા રાજ્યના છ યુવાનોને મુક્ત કરાવ્યા છે. આ યુવાનોને ત્યાં સાઇબર ગુનાખોરી માટે મજબૂર કરવામાં આવ્યા હતા, અને તેમના પર શારીરિક યાતનાઓ કરવામાં આવી હતી. તેમણે સહકાર ન આપતાં તેમના નખ ખેંચી કાઢવામાં આવ્યા અને વીજ આંચકા આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં હાલ ભારતીય યુવાઓને આ રીતે સાઇબર ગુલામ બનાવવાની ઘટનાઓ વધી રહી છે. હાલ લાઓસ સહિતના દેશોમાં આવા કિસ્સાઓમાં 29 ભારતીયો સપડાઈ ચૂક્યા છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0


Share

Related posts

અમદાવાદ : દારૂના નશામાં BMW કારચાલકે BRTS રેલિંગમાં ઘુસાડી

abplusnews

ન્યૂ ઈન્ડિયા કોલોની માં 15 વર્ષ બાદ પણ સુવિધાઓનો અભાવ: રોડ અને ગટર સમસ્યા યથાવત્

abplusnews

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ ની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

abplusnews

Leave a Comment