AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ચંડોળા તળાવમાં બીજી લહેર: 8 હજાર ઝૂંપડા હટાવવા કાર્યવાહી શરૂ

ચંડોળા
Share

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારને ગેરકાયદે બાંધકામમુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી છે. મંગળવારથી આ વિસ્તારમાં ડેમોલિશનની કામગીરીનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. અત્યારસુધીના ડેટા પ્રમાણે, આશરે 8 હજાર જેટલાં ગેરકાયદે ઝૂંપડા અને દબાણો દૂર કરીને આશરે 2.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે. પહેલા તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ફરી મેળવી લેવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કામગીરી માટે તંત્ર દ્વારા વિશાળ દરજ્જાની તૈયારી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર 35 હીટાચી મશીન અને 15 જેટલી જેસીબી (બુલડોઝર) મશીન ખડકી દેવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારને 7 જુદા જુદા ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને તમામ ઝોનમાં એકસાથે ડેમોલિશનનું કામગીરી સવારે 7 વાગ્યાથી શરૂ થશે. દરેક ઝોનમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ, તંત્રના કર્મચારીઓ અને મજૂરોને મથામણ કરીને તૈયારીમાં મુકાયા છે.

સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તંત્ર સતર્ક બન્યું છે. 6 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP), 2 જેસીપી સહિત પોલીસ અને SRPના કુલ 3500થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે સાથે, કોઇ અનિચ્છનીય ઘટના સામે તંત્ર તૈયાર રહે તે હેતુથી ફાયરબ્રિગેડની 2 ટીમ અને મેડિકલ ઇમરજન્સી માટે 4 ટીમો પણ ખડકી દેવાઈ છે.

આ વિસ્તાર વિશે મળતી માહિતી મુજબ હજી પણ 8 હજારથી વધુ ગેરકાયદે ઝૂંપડાં વિસ્તૃત છે. પહેલાના તબક્કામાં 4 હજારથી વધુ ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે અંદાજે 1500થી 2 હજાર મકાનમાલિકોએ સ્વેચ્છાએ પોતાનું બાંધકામ દૂર કર્યું છે.

પોલીસ કમિશનર દ્વારા આપેલી માહિતી મુજબ, વર્ષ 2025 દરમિયાન અમદાવાદ શહેરમાંથી 250 બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે વસવાટ કરતી અવસ્થામાં પકડવામાં આવ્યા હતા, જેમાંથી 206 ચંડોળા વિસ્તારના હતા અને 200ને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

આ કેસના મુખ્ય આરોપી લલ્લા બિહારી સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં મણિનગર સિટી મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે. લલ્લા બિહારી પર આરોપ છે કે તેણે સરકારી જમીન પર ગેરકાયદે ઝૂંપડાં, મકાન, ગોડાઉન, પાર્કિંગ અને ફાર્મ હાઉસ બનાવી ભાડે આપીને અથવા વેચીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. લલ્લા બિહારી અને અન્ય ચાર શખ્સો સામે કાર્યવાહી શરૂ થઈ છે અને લલ્લા બિહારીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેમાં 21 મેના રોજ સુનાવણી થવાની છે.

ચંડોળા તળાવ વિસ્તારને ગેરકાયદા બાંધકામમાંથી મુક્ત કરવાનું મિશન હવે અંતિમ તબક્કાની નજીક છે, જેની પાશ્વભૂમિમાં તંત્રની આ ઘસઘસાટ કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું

abplusnews

ગટર દુર્ઘટનામાં બાળક લાપતા: સુરત પાલિકાની બેદરકારી સામે આક્રોશ

abplusnews

નરોડા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, 9 ફાયર બ્રિગેડે કલાકો સુધી જહેમત ઉઠાવી

abplusnews

Leave a Comment