ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સશક્ત નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પહેલ તરીકે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ શરૂ કરવામાં આવી છે. PMJAY ની આ યોજના અંતર્ગત રાજ્યના All India Services (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા ઉપલબ્ધ થશે.
આ યોજના PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)ના ‘G’ કેટેગરીના કાર્ડ હેઠળ ચાલશે, જેના માધ્યમથી લાભાર્થી પરિવારને વર્ષે રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. State Health Agency (SHA) દ્વારા આ કાર્ડ ફાળવવામાં આવશે અને લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

PMJAY હેઠળ G કેટેગરીનું કાર્ડ મેળવવા જરૂરી શરતો
-
કર્મચારીઓ અને પેન્શનર્સે PMJAY હેઠળ G કેટેગરીનું કાર્ડ મેળવવું ફરજિયાત રહેશે.
-
પરિવારના તમામ સભ્યોના આધાર નંબર ફરજિયાત દર્શાવવાના રહેશે.
-
નોકરીમાં રહેલા કર્મચારીઓ માટે તેમની કચેરીના વડા દ્વારા નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે.
-
પેન્શનરોના કિસ્સામાં, પેન્શન ચૂકવતી કચેરીના વડા અથવા નિવૃત્ત થવાની કચેરી દ્વારા પ્રમાણપત્ર આપવાનું રહેશે.
-
કુટુંબની વ્યાખ્યા માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અથવા AIS (Medical Attendance) Rules, 1954નો આધાર લેવામાં આવશે.
કોઈ સેવા છોડે તો શું થશે?
જો કોઈ કર્મચારી નોકરી છોડે, રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્યવાહી પછી તેની સેવા સમાપ્ત થાય અને તે પેન્શન માટે પાત્ર ન રહે, તો તેની અને તેના કુટુંબના સભ્યોના નામ યોજનામાંથી રદ કરવામાં આવશે. SHAને એની તાત્કાલિક જાણ કરવાની જવાબદારી સંબંધિત કચેરીના વડાની રહેશે.

વિશાળ લાભાર્થી વર્ગ અને ખર્ચ
આ યોજના અંતર્ગત આશરે 4.20 લાખ કર્મચારી-અધિકારીઓ અને 2.20 લાખ પેન્શનર્સ, કુલ 6.40 લાખ કર્મયોગીઓને લાભ મળશે. હાલના ફિક્સ-પે કર્મચારીઓ કર્મયોગી કાર્ડના આધારે લાભ લઈ રહ્યા છે. 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સને હાલમાં શરૂ થયેલી વયવંદના યોજના હેઠળ લાભ મળતાં હોવાથી તેઓ આ યોજનામાં આવરાયેલા નથી.
રાજ્ય સરકાર આ યોજના માટે રૂ. 303.3 કરોડના પ્રીમિયમનું વાર્ષિક ભારણ ઉઠાવશે, જે મુજબ દર વર્ષે પ્રતિ કુટુંબ રૂ. 3708/- રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
