AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

વિજય રૂપાણીના નિધન પછી તેમનો પરિવાર અમદાવાદ પહોંચી ગયો

Share

વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરમાં નિવાસસ્થાને રવાના થયા હતા.

બીજે મેડિકલમાં ભણતાં 4 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવ, હજુ બે ગુમ  

માહિતી અનુસાર બીજે મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતા ચાર ભાવિ ડોક્ટર  રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જયપ્રકાશ ચૌધરીએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. આ લોકો વિમાનમાં સવાર નહોતા પરંતુ જે ઈમારતમાં વિમાન તૂટી પડ્યું તે હોસ્ટેલમાં જ રહેતા હતા. જોકે માહિતી અનુસાર ભાવેશ સેહતા તથા આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટની હજુ કોઈ ભાળ મળી નથી.

265 લોકોના મોત થયાની માહિતી 

એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદ થી લંડન જઈ રહી હતી. તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે.

PM ઘટનાસ્થળે પહોંચ્યાં

ટેક્નિકલ ખામીને કારણે વિમાન તૂટી પડ્યું 

મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદી 

 

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

મઢડા ગામના સૈનિક નું ભવ્ય સ્વાગત: દિલુભાઈ બુધેલાની દેશસેવાની ઉજવણી

abplusnews

લવ જેહાદ : ‘મોહિત પટેલ’ બની મહિલાને ફસાવનાર મોહસીન પઠાણ ઝડપાયો

abplusnews

અમદાવાદ માં બે અલગ અલગ અકસ્માત: એક યુવકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

abplusnews

Leave a Comment