AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

AMC ની નવી સેલ્ફ એસેસમેન્ટ સર્વિસથી જાણો તમારું પ્રોપર્ટી ટેક્સ

AMC
Share

અમદાવાદના નાગરિકો માટે હવે તેમની મિલકત પર ટેક્સની જાણકારી મેળવવી વધુ સરળ બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC ) દ્વારા શરૂ કરાયેલ નવી ઓનલાઇન સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમની મદદથી નાગરિકો તેમના મકાનનું નવું બાંધકામ, રીનોવેશન કે વધારાના બાંધકામ પછી પણ ટેક્સની ગણતરી કરી શકે છે. આ દિશામાં ખાસ કરીને આકારણીમાં થતી વિવાદિત પરિસ્થિતિઓથી બચવા માટે વધુ પારદર્શક અને ઝડપી પ્રક્રિયા અપનાવવામાં આવી છે.

AMC ની ઓનલાઈન સેલ્ફ એસેસમેન્ટ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?

AMC ની અધિકૃત વેબસાઈટ https://amcmodules.ahmedabadcity.gov.in ઉપર જઈને નાગરિક “પ્રોપર્ટી ટેક્સ” વિભાગમાં પ્રવેશ કરી શકે છે. ત્યાર બાદ “સેલ્ફ એસેસમેન્ટ” નામની લિંક ખૂલે છે જ્યાં નાગરિકને પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવો પડે છે. ઓટીપી મળ્યા બાદ નાગરિક પોતાનું નામ, સરનામું, ઝોન, વોર્ડ અને ટોરેન્ટ પાવર અથવા યુજીવીસીઈએલનો કસ્ટમર નંબર જેવી વિગતો દાખલ કરે છે. જો મળે તો TP/FP નંબર પણ દાખલ કરી શકાય છે.

અગાઉ નક્કી કરેલા પેરામીટર્સ મુજબ નાગરિકો રેસિડેન્ટિયલ કે નોન-રેસિડેન્ટિયલ મિલકત તરીકે પસંદગી કરે છે. માલિકની વિગતો ઉપરાંત આ માલિકીના પુરાવા — જેમ કે ઇનડેક્સ કૉપિ, લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરૂર પડે છે. તમામ માહિતી સબમિટ કર્યા પછી ટેક્સ બિલ જનરેટ થાય છે, જેનો નાગરિક પ્રિન્ટ પણ કાઢી શકે છે. એક એપ્રિફ્કેશન નંબર પણ SMS મારફતે મોકલવામાં આવે છે.

મ્યુનિસિપલ દ્વારા સ્થળ તપાસ – 15 દિવસમાં સમાપ્ત થશે પ્રક્રિયા

મહત્વપૂર્ણ વાત એ છે કે નાગરિક દ્વારા કરાયેલ સેલ્ફ એસેસમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વેરિફાઈ કરવામાં આવે છે. ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર 15 દિવસની અંદર સ્થળ તપાસ કરે છે. તપાસ પછી જ આકારણીને મંજૂરી આપવામાં આવે છે અને એ આધારે ફાઇનલ ટેક્સ બિલ જાહેર કરવામાં આવે છે.

આયોજકોની ટિપ્પણી અને નાગરિકો માટે લાભ

AMC ના રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા અનુસાર, “આ ઓનલાઇન સોફ્ટવેરથી નાગરિકોને તેમની મિલકત અંગે ટેક્સની સાચી અને સમયસર જાણકારી મળશે. ટેક્સ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને નાગરિકોને Repeated મ્યુનિસિપલ કચેરીના ચક્કર લગાવવાની જરૂર રહેશે નહીં.”

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ગુજરાતમાં 11 વર્ષમાં સૌથી વધુ વરસાદ : ડેમોમાં પણ 48%થી વધુ જળસંગ્રહ

abplusnews

અરબી સમુદ્રમાંથી 1800 કરોડના ડ્રગ્સ ઝડપાયા: ICG અને ATSનું મોટું ઓપરેશન

abplusnews

માધુપુરા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ૬ આરોપીની અટકાયત

abplusnews

Leave a Comment