AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

સાઇબર ગુનાખોરીનો ભયંકર ચિતાર: ટૂંકા નફાની લાલચમાં કરોડો ગુમાવ્યાં

સાઇબર
Share

21મી સદીમાં જ્યાં એક બાજુ ટેક્નોલોજીનું જમાવટ થઈ રહ્યું છે અને નાગરિકો હાઈટેક બની રહ્યા છે, ત્યાં બીજી બાજુ આ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી ગુનાખોરો પણ નવી પદ્ધતિઓ અપનાવી છે. ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચમાં લોકોને મોહિત કરી છેતરપિંડી કરાઈ રહી છે. ગાંધીનગર જિલ્લો પણ હવે સાઇબર ગુનાખોરીના નવા હોટસ્પોટ તરીકે ચિહ્નિત થઇ રહ્યો છે. છેલ્લા છ મહિનામાં 415 લોકો સાઇબર માફિયાઓના શિકાર બન્યા છે અને કુલ મળીને આશરે 1.53 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

આ અહેવાલમાં ચોંકાવનારી વાત એ છે કે ભોગ બનનારમાં મોટા ભાગના શિક્ષિત અને નોકરીપेશા નાગરિકો છે, જેમને ઑનલાઇન ધંધો કરવા કે પૈસા વધારવાની લાલચમાં ટેલિગ્રામ ચેનલ અને સોશિયલ મીડિયા પર કામ આપીને છેતરવામાં આવ્યા છે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે સાઇબર ગેંગ માત્ર થોડા રૂપિયામાં નફો આપી વિશ્વાસ જીતે છે, અને ત્યારબાદ મોટી રકમ મરણ મુડી તરીકે માંગે છે. પરિણામે, નાગરિકો કરોડપતિ થવાના ખ્વાબમાં પોતાની કમાણી ગુમાવી બેઠા હોય છે.

મહેનતી સાઇબર પોલીસએ 64.28 લાખ પરત કરાવ્યાં

ગાંધીનગર જિલ્લાના સાઇબર ક્રાઈમ સેલે આ મામલાઓમાં સક્રિય કામગીરી કરી છે. અદ્યતન ટેક્નોલોજી અને કાયદાકીય પગલાં દ્વારા 64.28 લાખ રૂપિયા પાછા લાવવાની સફળતા મેળવી છે, જે સમગ્ર નુકસાનની તુલનાએ આશાજનક ગણાય.

હવે રાજ્યના પોલીસ વિભાગે પણ સાઇબર ગુનાખોરી સામે વધુ સતર્ક થવાની જરૂર જણાવી છે. જિલ્લા અને રેન્જ સાઇબર પોલીસ દ્વારા દર મહિને મળેલી અરજી, ફ્રિજ કરાયેલ રકમ અને પરત કરાવેલી રકમનો વિગતવાર વિવરણ આ પ્રમાણે છે:

મહિનો અરજીઓ ફ્રિજ કરેલી રકમ (રૂ.) પરત કરાવેલી રકમ (રૂ.)
જાન્યુઆરી 36 14,95,379 13,06,494
ફેબ્રુઆરી 89 38,76,230 6,06,602
માર્ચ 48 24,91,141 7,81,561
એપ્રિલ 57 26,53,342 13,96,053
મે 81 45,34,583 15,33,198
જૂન 104 2,50,688 8,08,103
કુલ 415 1,53,01,363 64,28,711.07

મહારાષ્ટ્ર બેંકનો સહયોગ ન મળતાં તપાસમાં વિલંબ

ગાંધીનગર સાઇબર પોલીસના સૂત્રો મુજબ કેટલીક બૅંકો પોલીસ સાથે સારો સહયોગ કરે છે. જોકે, મહારાષ્ટ્ર બેંક જેમની પાસે ઘણા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, તેમની તરફથી સહયોગ ન મળતાં પોલીસની તપાસ અટવાય છે. આવી સ્થિતિમાં ભોગ બનેલ નાગરિકોના નાણાં પરત લાવવામાં સમય લંબાઈ જાય છે.

આગાહી અને જાગૃતતા

ટેકનોલોજી હજી વધુ હાઇટેક બનવાની છે, અને જો નાગરિકો ટૂંકા સમયમાં નફો મેળવવા માટે અસલી લાગતી લાલચોમાં પડતાં રહેશે, તો આવનારા દિવસોમાં સાઇબર ગુનાખોરી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.

સત્તાવાર તંત્ર અને સાઇબર સુરક્ષા એજન્સીઓની ભલામણ છે કે નાગરિકો કોઈ પણ અજાણ્યા ઓનલાઇન ઓફર કે સ્કીમમાં પૈસા ન લગાડે. દરેક નાણાંકીય વ્યવહારમાં સંશય થાય તો તરત જ સાઇબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરે.

જાગૃત નાગરિક બનવું, પોતાની મહેનતની કમાણી બચાવવાનું એકમાત્ર સાધન છે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

સ્વચ્છતા એવોર્ડ 2024: અમદાવાદ ટોચના શહેરોમાં સ્થાન મેળવશે?

abplusnews

અમદાવાદ: મિત્રોએ જ ગળું કાપીને મિત્ર ની હત્યા કરી

abplusnews

ડોલર સામે રૂપિયો ઐતિહાસિક રીતે તૂટી ₹88.46ના નવા તળીયે

abplusnews

Leave a Comment