AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદ , વડોદરા, સુરતમાં ભારે વરસાદનો અંદાજ, તંત્ર એલર્ટ મોડમાં

અમદાવાદ
Share

Rain In Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના ઘણાં ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ માં આજે (21મી જુલાઈ) સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇ વે, થલતેજ, શીલજ, બોપલ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે  જોડિયામાં 3.1 ઈંચ, જૂનાગઢમાં 2.76 ઈંચ, વાપીમાં 2.48 ઈંચ, ઉંમરગામમાં 2.36 ઈંચ, ભચાઉમાં 2.1 ઈંચ, ગોંડલમાં 1.81 ઈંચ, જલાલપોરમાં 1.77 ઈંચ, સુરતમાં 1.77 ઈંચ, નવસારીમાં 1.69 ઈંચ અને સિહોરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર,  આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી 2 - image

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર,  આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી 3 - image

અમદાવાદ માં આજે વહેલી સવારથી જ મેઘમહેર,  આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી 4 - image
અમદાવાદ
અમદાવાદ માં આજે વહેલી સવારથી જ મેઘમહેર,  આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી 5 - image
અમદાવાદ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે (21મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ઘણાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.

22મી જુલાઈની આગાહી

22મી જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

23મીથી 27મી જુલાઈની આગાહી

23મીથી 27મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

 

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદના 17 વોર્ડમાં ત્રણ દિવસ માટે પાણી કાપ, જાણો વિસ્તારો અને કારણ

abplusnews

રેશનકાર્ડ હવે ઓળખ-રહેઠાણ પુરાવા તરીકે માન્ય નહીં, જાણો સરકારનો મોટો નિર્ણય

abplusnews

કતારગામ GIDC માં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: 17 ફાયર ગાડીઓ દોડી આવી

abplusnews

Leave a Comment