અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કમિશનર એમ. થેન્નારેસને 2025-26 માટે રૂ. 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કર્યું. આ બજેટમાં મિલકત વેરા સિવાય કોઈ ટેક્સમાં વધારો નથી.
ટ્રાફિક સમસ્યા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
- 36 પ્રિસેન્ટ સ્ટ્રીટ અલગ થીમ પર 331 કરોડના ખર્ચે વિકસાશે.
- નારોલ-નરોડા 14 કિમી રોડને 140 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવશે.
- 1,200 કરોડ ફાળવવામાં આવ્યા નવા રોડ-રસ્તા અને રિસર્ફેસ માટે.
AMC ના મહિલાઓ માટે વિશેષ પગલાં
- દરેક વોર્ડ લેવલે SHE LOUNGE બનાવાશે.
- દરેક ઝોનમાં જિમ અને સ્વિમિંગ પૂલ બનાવાશે.
- 40+ વર્ષની મહિલાઓ માટે મેમોગ્રાફી ટેસ્ટ SVP હોસ્પિટલમાં ઉપલબ્ધ.
ઓલિમ્પિક 2036 અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- 15 નવા પ્લેગ્રાઉન્ડ, 8 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઓપન એથ્લેટિક ટ્રેક સાથે ઓપન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે.
- ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, એથ્લેટિક ટ્રેક જેવા ખેલ માટે સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
સિટી ટૂરિઝમને પ્રોત્સાહન
- ખાસ સિટી ટૂરિઝમ સેલ ઊભું કરાશે.
- અમદાવાદના હેરિટેજ અને ટૂરિસ્ટ સ્થળોને વધુ પ્રચાર મળશે.
આ બજેટ અમદાવાદને ટૂંક સમયમાં સ્માર્ટ અને સાક્ષાત વિકાસશીલ શહેર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
વધુ સમાચાર વાંચો :
ગટર દુર્ઘટનામાં બાળક લાપતા: સુરત પાલિકાની બેદરકારી સામે આક્રોશ
https://abplusnews.com/child-missing-in-sewer-accident/
Ahmedabadના કુબેરનગરમાં મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=uyEdh5w6bcg