AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ ની મોટી કાર્યવાહી, છારાનગરમાંથી મહિલા પાસેથી 20 કિલો ગાંજો જપ્ત

ક્રાઈમ બ્રાન્ચ
Share

અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ એ અલગ–અલગ બે કાર્યવાહી કરીને ગાંજા અને જુગાર જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લીધા છે. સરદારનગરના છારાનગર વિસ્તારમાંથી એક મહિલા પાસેથી 20 કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ઓઢવ વિસ્તારમાં કારખાનાની ઓફિસમાં જુગાર રમતા બે વેપારીઓ સહિત ચાર લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને કાર્યવાહીએ શહેરમાં ગુનાખોરી સામે પોલીસની સક્રિયતાને ઉજાગર કરી છે.

20 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઈ

ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મસાણી મેલડી માતાના મંદિર નજીક રાજધાની ગલીમાં રહેતી ગીતાબેન મીણેકર નામની મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવીને રાખે છે. મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલિક ટીમ ગોઠવી મહિલા ના ઘરે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ઘરમાંથી ટેપ વડે વિટાળેલા બે શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને પાર્સલ ખોલી તપાસ કરતા તેમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બંને પાર્સલમાં કુલ અંદાજે 20 કિલો જેટલો ગાંજો હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ એ તાત્કાલિક કાર્યવાહી કરી મહિલા ને ધરપકડ કરી હતી. જપ્ત કરાયેલો ગાંજો શહેરમાં નશાના કારોબારમાં વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ભાઈની ધરપકડ બાદ ગાંજો ઘરમાં રાખ્યો

મહિલાની પૂછપરછ દરમિયાન મહત્વની વિગતો સામે આવી છે. ગીતાબેન મીણેકરે પોલીસને જણાવ્યું હતું કે, છારાનગરમાં જ રહેતો તેનો ભાઈ ગણેશ ઈન્દ્રેકર તેની સાથે મળીને ગાંજાનો ધંધો કરતો હતો. થોડા દિવસ પહેલાં ગણેશ ઈન્દ્રેકરની કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગાંજાના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. ભાઈની ધરપકડ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા માટે ગીતાબેને પોતાની દીકરીને મોકલીને ભાઈના ઘરેથી ગાંજાનો જથ્થો પોતાના ઘરે લાવી છુપાવી રાખ્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા કારણે આ સમગ્ર ગેરકાયદેસર કારોબાર ઝડપાઈ ગયો. હાલ પોલીસ દ્વારા મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઓઢવ કારખાનામાં જુગાર રમતા ચાર ઝડપાયા

બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચ ને ઓઢવ વિસ્તારમાં આવેલા શુભ એસ્ટેટમાં સ્થિત ગિરનાર એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારખાનાની ઓફિસમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ઓફિસની અંદર જુગાર રમતા ભાવેશ પટેલ, ઉદય રાજ્યગુરુ અને નિલેશ યાદવ નામના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે અશ્વિન પંડિત નામનો વ્યક્તિ ઓફિસની બહારથી લોકોને બોલાવીને અંદર જુગાર રમાડતો હતો. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી આશરે 16 હજાર રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરીને તેમની ધરપકડ કરી છે. આ મામલે પણ પોલીસ દ્વારા જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ ની આ બંને કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ શહેરમાં નશા અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ સતત નજર રાખી રહી છે અને કોઈ પણ પ્રકારની બાતમી મળે ત્યારે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

સાબરમતી રિવરફ્રન્ટ પર યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો

abplusnews

સોલા સિવિલમાં 16 વર્ષની યુવતીને કોરોના થી ગુમાવવી પડી જાન

abplusnews

ગુજરાતમાં “ઓપરેશન ક્લિનસિટી”:1000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા

abplusnews

Leave a Comment