AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

શહેરોના વિકાસ ને વેગ: પાયાની સુવિધાઓ માટે નગરપાલિકાઓને ફ્રી સરકારી જમીન મળશે

વિકાસ
Share

રાજ્યના શહેરી વિસ્તારોના વિકાસ ને વેગ આપવા અને નગરપાલિકાઓની વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક તથા સરળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણય અનુસાર હવે નગરપાલિકાઓને શહેરના પાયાના માળખાગત વિકાસ માટે સરકારી જમીન મેળવતી વખતે જંત્રીના 25 થી 50 ટકા જેટલી રકમ ચૂકવવાની ફરજ રહેશે નહીં. રાજ્ય સરકાર દ્વારા કુલ 11 પ્રકારની જાહેર સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે.

અત્યાર સુધીની વ્યવસ્થામાં જો નગરપાલિકાઓ કોઈ વિકાસ લક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગ કરતી હતી, તો તેમને જંત્રીના નક્કી કરેલા દર મુજબ મોટી રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. ઘણી નગરપાલિકાઓ માટે આ રકમ ચૂકવવી મુશ્કેલ બની જતી હતી, જેના કારણે મહત્વપૂર્ણ વિકાસના કામો અટવાઈ જતા અથવા લાંબા સમય સુધી વિલંબમાં મુકાતા હતા. ખાસ કરીને નાના અને મધ્યમ શહેરોમાં આ આર્થિક બોજ મોટો પડતો હતો.

રાજ્ય સરકારના આ નવા નિર્ણયથી નગરપાલિકાઓ પરનો આર્થિક ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. પરિણામે વિકાસ ના કામો સમયસર શરૂ થઈ શકશે અને પૂર્ણ થવામાં પણ ઝડપ આવશે. સાથે સાથે શહેરી વિસ્તારોમાં રહેવાસી નાગરિકોને પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ થશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર હવે નીચેની 11 જાહેર અને પાયાની સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવામાં આવશે. તેમાં નગરસેવા સદન (વહીવટી કચેરી), ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર ડ્રેનેજ માટે પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર તેમજ અન્ય પાયાની માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ નિર્ણયથી નગરપાલિકાઓને વિકાસ ના કામોમાં વધુ સ્વતંત્રતા મળશે અને બજેટનો ઉપયોગ સીધો કામની ગુણવત્તા સુધારવા માટે કરી શકાશે. શહેરી વહીવટ વધુ કાર્યક્ષમ, લોકાભિમુખ અને જવાબદાર બનશે. લાંબા સમયથી અટકેલા અનેક વિકાસ પ્રોજેક્ટ્સને હવે નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.

નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને લેવાયેલો આ નિર્ણય રાજ્યના શહેરી વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે અને આવનારા સમયમાં શહેરોની મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

નરોડામાં શ્રીમતી એ.પી. પટેલ કોલેજમાં C.W.D.C દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ

abplusnews

PM મોદીના હસ્તે રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકશે, અમદાવાદે બનાવ્યો ધ્વજ દંડ

abplusnews

કટોકટી! કાશ્મીર ટૂર પેકેજ 90% રદ, ટૂર ઓપરેટરોને કરોડોનું નુકસાન

abplusnews

Leave a Comment