અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 80 વર્ષની વયે અવસાન થયું. બુધવારે, તેઓએ લખનઉ પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસ 34 વર્ષથી રામલલ્લાની સેવા આપતા હતા. 6 ડિસેમ્બર 1992ના બાબરી ધ્વંસ દરમિયાન, તેમણે રામલલ્લાની મૂર્તિઓ ખોળામાં લઈને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. 1992માં રામલલ્લાના પૂજારી તરીકે નિમાયેલા સત્યેન્દ્ર દાસ રામ મંદિર નિર્માણ સુધી તેમની સેવા આપતા રહ્યા.
સત્યેન્દ્ર દાસનો જન્મ 1945માં ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં થયો હતો. તેઓ બાળપણથી જ ભક્તિમાર્ગે પ્રવૃત્ત હતા અને 1958માં સંન્યાસ લીધા બાદ અયોધ્યાના રામ જન્મભૂમિ સાથે જોડાયા. તેમણે સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને શિક્ષક તરીકે પણ સેવા આપી. 2007માં નિવૃત્તિ બાદ, તેઓ પુનઃ પૂજારી તરીકે સંકલિત થયા.
1992માં વિવાદિત ઢાંચો તોડી પડાયું ત્યારે, સત્યેન્દ્ર દાસે રામલલ્લાની મૂર્તિઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત, રામ જન્મભૂમિ સંચાલન માટે 4 સહાયક પૂજારીઓની નિમણૂક પણ કરી.
સત્યેન્દ્ર દાસનું જીવન રામલલ્લાની સેવા અને ભક્તિમાં સમર્પિત રહ્યું. તેમના અવસાનથી રામ જન્મભૂમિ મંદિર અને ભક્તમંડળમાં શોકની લાગણી છે.
સત્યેન્દ્ર દાસજીનું અંતિમ સંસ્કાર અયોધ્યામાં કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચો :
ખોખરા વિસ્તારમાં નકલી અમૂલ ઘીનો 105 કિલો જથ્થો ઝડપાયો
https://abplusnews.com/105-kg-of-fake-amul-ghee-seized/
Nikol ખાતે ગુજરાત રાજ્યનો એવોર્ડ સમારંભ યોજાયો | પ્રદીપભાઈ પરમાર | Ahmedabad | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=CLkY0jiUA0M