-
મુખ્ય સચિવશ્રીએ મહેસાણા કલેકટર કચેરી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
-
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી મહાનગરપાલિકાના રોડ મેપ અંગે મુખ્ય સચિવશ્રીને વિસ્તૃત જાણકારી આપી
-
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં હાથ ધરવામાં આવનાર વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કાર્યો બાબતે મુખ્ય સચિવશ્રીને માહિતગાર કરાયા
મુખ્ય સચિવશ્રી પંકજ જોશીએ આજ રોજ મહેસાણા જિલ્લાના વડનગરની મુલાકાત બાદ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખટાલેએ મુખ્ય સચિવશ્રી સમક્ષ મહેસાણા મહાનગરપાલિકાના આગામી એક વર્ષના રોડ મેપની વિસ્તૃત રજૂઆત કરી. પ્રેઝન્ટેશનમાં મહાનગરપાલિકા બન્યા બાદ ૧ થી ૧૫ દિવસ, ૧૫ થી ૯૦ દિવસ અને ૯૦ દિવસથી વધુના ગાળામાં અમલમાં મૂકાનારા વિવિધ પ્રોજેક્ટ્સની વિગતો રજૂ કરવામાં આવી.
મુખ્ય સચિવશ્રી એ મહાનગરપાલિકાના દબાણ હટાવવાની કામગીરી, બ્યુટીફિકેશન પ્રોજેક્ટ, આઈકોનિક રોડ અને રોડ રીસરફેસિંગ જેવા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.કે. જેગોડા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી એ.બી. મંડોરી, શ્રી દર્શનસિંહ ચાવડા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વધુ સમાચાર વાંચો :
માધુપુરા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ૬ આરોપીની અટકાયત
https://abplusnews.com/madhupura-police-arrest-6-accused-for-gambling/
નરોડામાં માતાજીની 140મી પલ્લી યોજાઈ | પલ્લીના દર્શન કરવામાં લાખો લોકો ભાગ લે છે | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=BTXIsrnfW18