આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં ઘટેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. 42 વર્ષીય નગીનભાઈ ગામેચી તેમના 9 વર્ષીય પુત્ર આયુષ અને 12 વર્ષીય ભત્રીજા મિહિર સાથે માછીમારી માટે નદીમાં ગયા હતા. પરંતુ અચાનક બોટ પલટી જવાથી ત્રણેયનું દુર્ઘટનાગ્રસ્ત મોત થયું.
ઘટનાના દિવસે માછીમારી દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ પરિવાર માટે આઘાતજનક પરિસ્થિતિ ઊભી કરી છે. બોટ પલટી જતા નદીમાં ડૂબી રહેલા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતાં નગીનભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અંતે, ત્રણેના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢીને વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લોકોના ટોળેટોળા શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા.
કાછલાપુરા વાસદ ગામના રહેવાસી આ પરિવારમાં આ દુર્ઘટનાને પગલે ભારે શોક છે. એક જ પરિવારના ત્રણ સભ્ય ગુમાવવાનું દુઃખ સમગ્ર ગામ માટે કરુણ સ્થિતિ ઊભી કરતું એવું છે.
વધુ સમાચાર વાંચો :
ઠંડીમાં વધારો : ધાબળા કે સ્વેટર મૂકી ના દેતા! માવઠું લાવશે નવી મુસીબત
https://abplusnews.com/cold-weather-forecast/
Naroda ખાતે હમણાં જ તાજેતરમાં બનેલા નવનિયુક્ત રેલવે ઓવરબ્રિજ પર વળાંક વખતે 1 Truck પલટી ખાઈ ગઈ
https://www.youtube.com/watch?v=hBBbZihJBjw