અમદાવાદ ના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર થોડા દિવસોમાં હાઇડ્રોફોનિક વીડ ઝડપવાના બે ગંભીર કેસો સામે આવ્યા છે. 21 જાન્યુઆરીના રોજ બેંગકોકથી આવેલી ફ્લાઈટના પેસેન્જર પાસેથી 4.645 ગ્રામ હાઇડ્રોફોનિક વીડિયો મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 7 કરોડથી વધુ છે. આ પેસેન્જર બેગમાં 10 વેક્યુમ પેકેટમાં અમદાવાદ આ ડ્રગ્સ લાવતો ઝડપાયો હતો. થોડા દિવસ અગાઉ પણ બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં થાઈલેન્ડના નિવાસી મહિલા પાસેથી 2349 ગ્રામ હાઇડ્રોફોનિક વીડ મળ્યું હતું.
કસ્ટમ વિભાગે પકડાયેલા કેસોમાં દવાઓની હેરફેર માટે વપરાતા નેટવર્કની પ્રોફાઈલ તપાસવાનું શરૂ કર્યું છે. પેસેન્જર દ્વારા આ ડ્રગ્સ કોને આપવાનું હતું અને તેની માટે પેસેન્જરને કેટલું કમિશન મળ્યું તેની વિગતો મેળવી રહી છે. હાઇડ્રોફોનિક વીડ, જે ગાંજાથી પણ વધુ પ્રીમિયમ માનવામાં આવે છે, વારંવાર આવી રહ્યા હોવાથી કસ્ટમ વિભાગ સુરક્ષા કડક કરી રહ્યું છે. આ કેસો એ સૂચવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ વિદેશી કેરિયર દ્વારા મોટાપાયે હેરાફેરી કરી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેરના કનેક્શનની પણ તપાસ કરાઈ રહી છે.
વધુ સમાચાર વાંચો :
ટીંબાથી રણુજા પગપાળા યાત્રા: 100 સભ્યોનો ધાર્મિક સંઘપ્રસ્થાન
ઉમિયા શિક્ષણ સંકુલ માં વાર્ષિક મહોત્સવ યોજાયો | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=ejOraO9zEd4