ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓ હવે તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અથવા સ્કૂલમાંથી મેળવી શકશે.
વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા પછી, તેને સ્કૂલના આચાર્યના સહી અને સિક્કા કરાવવા જરૂરી રહેશે.
ધોરણ 10 અને 12ની હોલ ટિકિટ મેળવવાના વિકલ્પ:
- ઓનલાઈન: gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાય.
- ઓફલાઈન: સ્કૂલમાંથી હોલ ટિકિટ મેળવી શકાય.
હોલ ટિકિટ મેળવ્યા બાદ ધ્યાનમાં રાખવાની બાબતો:
- વિધાર્થીએ પોતાનું નામ, પિતાનું નામ અને સરનામું ચકાસવું.
- વિધાર્થીએ પોતાના વિષયો અને પસંદગીઓ ચકાસવી.
- સ્કૂલનું નામ અને અન્ય વિગતો ચકાસવી.
- હોલ ટિકિટ પર સ્કૂલના આચાર્યની સહી અને સિક્કા કરાવવાનું ફરજિયાત છે.
પરીક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ:
- પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે રાખવી જરૂરી છે.
- હોલ ટિકિટ વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
- હોલ ટિકિટમાં કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક સ્કૂલના પ્રશાસન સાથે સંપર્ક કરવો.
વિદ્યાર્થીઓએ સમયસર હોલ ટિકિટ મેળવી તે મુજબ તૈયારી કરવી અને પરીક્ષા સુચારુ રીતે આપવા માટે જરૂરી પધ્ધતિઓ અપનાવવી.
વધુ સમાચાર વાંચો :