અમદાવાદ: માધુપુરા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માધુપુરા પોલીસ સ્ટેશનના (પી.એસ.આઈ.) આર.કે. ખાંટ પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન બાતમી મળતાં, ઈદગાહ રોડ, તેલિયા મિલ પાસે રેડ કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી ૬ શખ્સોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ. ૩૧,૭૫૦ રોકડ અને (૨) ગંજીપાનાં ૫૨ કાર્ડ સહીતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પકડાયેલા આરોપીઓ:
- અક્ષય રાજેશભાઈ શાહ (નવા નરોડા)
- દુરન્દ્રન રામવીરસિંહ તોમર (પ્રેમ નગર, મેમ્કો)
- મનોજ રામનાથ પવાર (પ્રેમ નગર, મેમ્કો)
- દિપક સવજીભાઈ પરમાર (વટવા)
- અકબર ખાન રહીમ ખાન પઠાણ (દરિયાપુર)
- આકાશ શંકરભાઈ કાલે (સૈજપુર)
પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અહેવાલ મહેશ વાધવાણી
અમદાવાદ
વધુ સમાચાર વાંચો :