મહાશિવરાત્રિ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વોમાંથી એક છે, જે આ વખતે 2025માં 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની આરાધના, ઉપવાસ અને રાત્રિ જાગરણ દ્વારા શિવભક્તો ભગવાનની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે.
મહાશિવરાત્રિનું મહત્વ:
મહાશિવરાત્રિ ને ભગવાન શંકર અને માતા પાર્વતીના પવિત્ર વિવાહનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શિવજીની પૂજા અને રુદ્રાભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર, મહાશિવરાત્રિના દિવસે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
રાશિ અનુસાર જ્યોતિર્લિંગ દર્શન:
પ્રત્યેક રાશિનું એક વિશિષ્ટ જ્યોતિર્લિંગ સાથે સંબંધ છે. મહાશિવરાત્રિ ના દિવસે જો વ્યક્તિ પોતાની રાશિ સાથે સંબંધિત જ્યોતિર્લિંગનું દર્શન કરે અથવા તેનો ધ્યાન કરીને મંત્ર જાપ કરે તો તેને વિશેષ લાભ મળે છે.
- મેષ: રામેશ્વર (તમિલનાડુ)
- વૃષભ: સોમનાથ (ગુજરાત)
- મિથુન: નાગેશ્વર (દ્વારકા, ગુજરાત)
- કર્ક: ઓંકારેશ્વર (મધ્ય પ્રદેશ)
- સિંહ: ઘૃષ્ણેશ્વર (મહારાષ્ટ્ર)
- કન્યા: મલ્લિકાર્જુન (આંધ્ર પ્રદેશ)
- તુલા: મહાકાલેશ્વર (ઉજ્જૈન, મધ્ય પ્રદેશ)
- વૃશ્ચિક: વૈદ્યનાથ (ઝારખંડ)
- ધન: કાશી વિશ્વનાથ (વારાણસી, ઉત્તર પ્રદેશ)
- મકર: ભીમાશંકર (મહારાષ્ટ્ર)
- કુંભ: કેદારનાથ (ઉત્તરાખંડ)
- મીન: ત્રયમ્બકેશ્વર (મહારાષ્ટ્ર)
મહાશિવરાત્રિ ની પૂજા વિધિ:
- ભગવાન શિવના શિવલિંગ પર જલાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરો.
- ભક્તિભાવથી ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો.
- રાત્રિ જાગરણ કરીને ભજન-કીર્તન કરો.
- ઉપવાસ રાખીને શિવજીની આરાધનામાં સમર્પિત રહો.
મહાશિવરાત્રિ એ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શિવપૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે.