અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં મુસાફરો માટે સુવિધાઓ વધારવા મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ શરૂ કરાશે. બિનઉપયોગી ટ્રેન કોચને આધુનિક રેસ્ટોરન્ટ તરીકે પરિવર્તિત કરી 24×7 ઈન્ડોર અને આઉટડોર ભોજનની સુવિધા મળશે. ટેકઅવે કાઉન્ટર્સ પણ ઉપલબ્ધ રહેશે.
રેલવે સ્ટેશન આ નવીન પ્રોજેક્ટ દ્વારા મુસાફરોને વૈભવી અને એર-કન્ડિશન્ડ ભોજનનો અનુભવ આપશે. સંશોધિત કોચોમાં આધુનિક ડિઝાઇન, એટેચ કિચન અને મલ્ટી-ક્યુઝિન મેનુ હશે. બાળકો માટે ફન ઝોન પણ શામેલ કરવામાં આવશે. આ માટે ટેન્ડર જાહેર કરાયા છે.
વિશેષ ટ્રેનો ફરી શરૂ
પશ્ચિમ રેલવેએ અમદાવાદ-દરભંગા, ગાંધીધામ-ભાગલપુર અને અમદાવાદ-પટના વચ્ચેની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ફરી શરૂ કરવાની જાહેરાત કરી. ટ્રેનોની સંચાલન તારીખો નીચે મુજબ છે:
- ટ્રેન 09447/09448: અમદાવાદ-પટના (5 માર્ચ – 27 જૂન 2025)
- ટ્રેન 09465/09466: અમદાવાદ-દરભંગા (28 ફેબ્રુઆરી – 30 જૂન 2025)
- ટ્રેન 09451/09452: ગાંધીધામ-ભાગલપુર (28 ફેબ્રુઆરીથી ચાલુ)
ટિકિટ બુકિંગ 29 જાન્યુઆરી 2025થી શરૂ થશે.
અમદાવાદ-એકતાનગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ
ટ્રેન 09409/09410 (અમદાવાદ-એકતાનગર) ફેબ્રુઆરીમાં POH મેન્ટેનેન્સના કારણે 15, 16, 22 અને 23 ફેબ્રુઆરીએ રદ રહેશે.
મુસાફરો વધુ વિગતો માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે.
વધુ સમાચાર વાંચો :
મહા કુંભમાં નાસભાગ: મૌની અમાસના શાહી સ્નાનમાં ભયંકર હાહાકાર
https://abplusnews.com/stampede-at-maha-kumbh/