અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” કાર્યક્રમ અંતર્ગત આજે અમદાવાદ મહાનગર ભાજપ કાર્યાલય ખાતે આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રેસ ને સંબોધિત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે 11 વર્ષના કાર્યકાળમાં દેશને વિકાસના નવા આયામ સુધી પહોંચાડ્યો છે. સુરક્ષા, વિકાસ, આંતરરાષ્ટ્રીય નીતિ અને જનકલ્યાણના તમામ ક્ષેત્રોમાં ભારત આજે દૃઢ અને વિશ્વસનીય દેશ તરીકે ઉભરી આવ્યું છે.

પાકિસ્તાનના આતંકી હમલાની માત્ર 12 દિવસમાં જડબાતોડ કાર્યવાહી કરીને ભારતીય સેને શત્રુના 11 કેમ્પને નષ્ટ કર્યા હતા, જે આજે દેશની સામરથ્ય અને નેતૃત્વની સાક્ષી આપે છે.
મોદી સરકારના 11 વર્ષ દરમિયાન લાખો કરોડના વિકાસકામો થયા છે, પણ ભ્રષ્ટાચાર વિના. પહેલા જ્યાં યુપીએ સરકારના સમયમાં ભ્રષ્ટાચારના કેસો ચર્ચામાં રહેતા, ત્યાં આજે વિકાસના નવા માપદંડો સ્થાપિત થયા છે. નર્મદા ડેમનું કામ વડાપ્રધાન બન્યાના ફક્ત 17 દિવસમાં શરૂ કરાવવાની વાત હોય કે કોરોના જેવી મહામારીમાં પણ દેશવાસીઓને આરોગ્ય સેવા અને મફત રાશનની સુવિધા આપવી — તમામ ક્ષેત્રે મજબૂત નેતૃત્વ જોવા મળ્યું છે.
તેમણે જણાવ્યુ કે, આજે ભારતમાં 700 જેટલી મેડિકલ કોલેજ છે જેમાંથી 20 માત્ર ગુજરાતમાં છે. દેશના 41 કરોડથી વધુ લોકો ને આયુષ્માન કાર્ડથી મફત સારવાર મળી છે. નેશનલ હાઈવેની લંબાઈ 1.46 લાખ કિલોમીટર થઈ ગઈ છે અને દેશના દરેક ખૂણે વંદે ભારત ટ્રેન પહોંચી રહી છે.

સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, મુદ્રા યોજના, ગરીબ કલ્યાણ યોજના જેવી અનેક પહેલ ગુજરાતના વિકાસ અને જનહિત માટે કરવામાં આવી છે. માત્ર ગુજરાતમાં જ 3.65 કરોડ લોકો મફત રાશનથી લાભાર્થી બન્યા છે.
અંતે મંત્રી ઋષિકેશ પટેલે મહાનગર કાર્યાલય ખાતે આ અવસરે યોજાયેલી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ, સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈન, મહામંત્રી જીતુ પટેલ, ભુષણ ભટ્ટ અને પરેશ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
