AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ફતેવાડી માં ફાયરિંગ: ચાની કીટલીવાળાને પગમાં ગોળી, વિસ્તારમાં ભય

ફતેવાડી
Share

અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ફતેવાડી વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીની મોડી રાત્રે ચાની કીટલી પર થયેલા ઝઘડાની અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી, જ્યારે એ જ દિવસે સવારે છરીના ધાકે લૂંટ અને હુમલાની ઘટના પણ સામે આવી હતી. સતત બની રહેલી આ ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

માહિતી મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતા મુદ્દસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કીટલી ચલાવે છે. મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે અરબાઝ નામનો શખ્સ અને તેના બે સાથીદાર ચાની કીટલી પર આવ્યા હતા. અગાઉ કીટલી પર નહીં બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તેઓ બેફામ ગાળો બોલતા હતા. ‘ફૈઝાન ક્યાં છે, આજે તેને જાનથી મારી નાખવાનો છે’ જેવી ધમકીઓ આપતાં અરબાઝે મુદ્દસર પર ગોળીબાર કર્યો હતો. બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ગોળી મુદ્દસરના જમણા પગમાં વાગી હતી, જ્યારે બીજી ગોળી ચાની કીટલી પર ચલાવવામાં આવી હતી. આરોપીઓના હાથમાં છરી પણ હતી.

ફાયરિંગ બાદ આસપાસના લોકો ભેગા થતાં ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મુદ્દસરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ જ વિસ્તારમાં એ જ દિવસે સવારે લૂંટ અને છરીથી હુમલાની ઘટના પણ સામે આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર-ટુ-ડોર કચરાની ગાડીમાં ફરજ બજાવતા મૂળ દાહોદના રહેવાસી નઈલેશ ભાભોર પોતાની પત્ની સાથે ફતેવાડી કેનાલ પાછળ એ-વન પાર્ક નજીક કચરો એકત્રિત કરી રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ ‘કચરો બરાબર કેમ નથી ભરતો’ કહી ઝઘડો શરૂ કર્યો હતો. એક આરોપીએ છરી કાઢી નઈલેશ પર હુમલો કર્યો અને તેની પાસેથી ચાંદીની લકી તથા મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. સાથે જ આ મામલે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પછી બીજા ડ્રાઈવરના મોબાઈલ પરથી સુપરવાઈઝર શહેઝાદને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. સુપરવાઈઝર સ્થળ પર પહોંચતા આરોપીઓએ તેમની સાથે પણ ઝઘડો કરીને શરીરના અલગ-અલગ ભાગે છરીના ઘા મારી દીધા હતા. લોકોના ટોળા ભેગા થતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા.

સ્થાનિક લોકોની મદદથી એક આરોપી અનસ શેખને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

ફતેવાડી વિસ્તારમાં અગાઉ પણ જાહેરમાં છરી બતાવી હુમલાના બનાવો બન્યા છે. હવે ફાયરિંગ જેવી ગંભીર ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભય અને અસંતોષ વ્યાપ્યો છે. રહેવાસીઓએ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

લગ્નના નામે છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ

abplusnews

કમળા-ટાઇફોઇડ-ઝાડા ઊલટીના કેસોમાં વધારો, પૂર્વ અમદાવાદમાં 79% કેસ નોંધાયા

abplusnews

ડીસીપી કાનન દેસાઈ ની તાત્કાલિક કાર્યવાહી: 4 પોલીસકર્મી સસ્પેન્ડ

abplusnews

Leave a Comment